Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોેશ્વરના દરિયા નજીક સતોરી ટાપુ પરથી ચરસના ૬ પેકેટ મળ્યા

નારાયણ સરોવર પોલીસને માછીમારો દ્વારા અપાઈ માહિતી : બિનવારસુ પડેલા ચરસના પેકેટ મળ્યા

ભુજ: કોેશ્વરના દરિયા નજીક આવેલા સતોરી ટાપુ પરથી નારાયણ સરોવર પોલીસને ચરસના ૬ પેકેટ મળ્યા હતા. પેટ્રોલીંગમાં રહેલી નારાયણ સરોવર પોલીસને માછીમારો દ્વારા માહિતી અપાયા બાદ ઘટના સ્થળે ધસી ગયેલી પોલીસને બિનવારસુ રીતે પડેલા ચરસના પેકેટ મળ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ફરી કચ્છના દરિયા તેમજ ક્રિક વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો શરૂ થયો છે. નારાયણ સરોવર પોલીસને કોટેશ્વર નજીકના ક્રિક વિસ્તારમાં આવેલા સતોરી ટાપુ પરથી બિનવારસુ રીતે પડેલા ચરસના ૬ પેકેટ મળી આવ્યા હતા. નારાયણ સરોવર પીએસઆઈ યોગરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસને અંદાજે ૯ લાખની કિંમતના ચરસના ૬ પેકેટ મળી આવ્યા છે, જે કબજે લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૧૮મી સપ્ટેમ્બરે પાકિસ્તાન મરીન સિક્યોરીટીએ ચરસના જથ્થા સાથે એક ઈરાની બોટ પકડી પાડી હતી. આ બોટમાં ર૭૦૦ કિલો ચરસનો જથ્થો ભરીને લાવવામાં આવતો હતો. તે દરમ્યાન પાકિસ્તાન મરીન સિક્યોરીટીએ કરેલી કાર્યવાહીમાં ૮ ઈરાની શખ્સો ઝડપી પડાયા હતા. મધદરિયે ઈરાનીઓએ પાકિસ્તાન મરીન સિક્યોરીટીને જાેઈ જતા ૭૦ ટકા જથ્થો દરિયામાં ફેંકી દેવાયો હતો તેમજ બોટમાં આગ લગાડીને ઈરાનીઓ દરિયામાં કૂદી પડ્યા હતા. જાેકે, પાકિસ્તાન મરીન સિક્યોરીટીએ ઈરાનીઓને ઝડપી પાડ્યા હતા. ઈરાનીઓએ દરિયામાં પધરાવેલો ચરસના જથ્થા પૈકીનો જ મુદ્દામાલ કચ્છના ક્રિક અને દરિયાઈ વિસ્તારમાંથી મળ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જાેકે, હાલ તો નારાયણ સરોવર પોલીસે ચરસનો જથ્થો હસ્તગત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

(8:50 am IST)