Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પોરબંદરમાં ગેરકાયદે રપ૦૦ લીટર બાયો ડીઝલનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧ : ગેરકાયદે રપ૦૦ લીટર બાયો ડીઝલનું વેચાણ કરતા નવધણ રાજશીભાઇ ઓડેદરાને એસઓજી પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં સરકારશ્રીની ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવતા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા તથા પો.સબ ઇન્સ. એચ.સી.ગોહિલ દ્વારા એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલ દ્વારા એસઓજીના સ્ટાફના માણસોને સાથે રાખી ગેરકાયદેસર બાયો ડીઝલનો સંગ્રહ કરી વેચાણ કરનાર ઇસમોને શોધી કાઢવા કામગીરી હાથ ધરવામાં આવેલ અને પેટ્રોલીંગ દરમ્યાન બોખીરા શિવમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ શકિત બાયો ડીઝલ પંપના સંચાલક નવધણ રાજશીભાઇ ઓડેદરા રહે. જયુબેલી પાણીના ટાંકા પાસે, પોતાના બાયો ડીઝલ પંપ ઉપર રસ્તે જતા વાહનોમાં બાયો ડીઝલ હોવાનું જણાવી ઇંધણ તરીકે પુરવા સરકારની ગાઇડલાઇન મુજબના કોઇપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર અને સરકારશ્રીની કોઇપણ પ્રકારની પૂર્વ મંજુરી વગર ગેરકાયદેસર મોટો આર્થિક લાભ મેળવવાના ઇરાદે બાયો ડીઝલ રપ૦૦ લીટર કિ.રૂ. ૧,૩પ,૦૦૦નો જવલંતશીલ પ્રવાહી જથ્થાનો સંગ્રહ કરી બેદરકારી ભર્યું આચરણ કરી મળી આવતા સદરહું જથ્થો કબ્જે કરેલ અને એફ.એસ.એલ. માટેના સેમ્પલો લઇ એફએસએલમાં તપાસણી અર્થે મોકલવા તજવીજ કરી અને મજકુર આરોપીને કોવિડ-૧૯ના રીપોર્ટ માટે મોકલવા તજવીજ કરવામાં આવેલ અને આ અંગે મજકુર વિરૂદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ગોરાણીયા, સમીરભાઇ જુણેજા, લોકરક્ષક સંજયભાઇ ચૌહાણ, મોહિતભાઇ ગોરાણી, ગીરીશભાઇ વાજા દ્વારા કરવામાં આવેલ છે

(11:06 am IST)