Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ટંકારાના નેસડામાં કપાસમાં દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં સગર્ભાનું મોત

મુળ મધ્યપ્રદેશની ગેંદુના એક વર્ષ પહેલા જ લગ્ન થયા'તાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧: ટંકારાના નેસડા ગામે રહી પતિ સાથે ખેત મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની ગેંદુબેન કિશન તોમર (ઉ.વ.૧૯)નું કપાસમાં દવા છંટકાવ કરતી વખતે ઝેરી અસર થતાં મોત નિપજ્યું છે. કરૂણતા એ છે કે એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતાં અને હાલમાં તે સગર્ભા હતી.

ગેંદુબેનને ગત સાંજે વાડીએ કામ કરતી હતી ત્યારે ઝેરી અસર થતાં ટંકારા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ટંકારા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર ગેંદુબેનના એક વર્ષ પહેલા કિશન સાથે લગ્ન થયા હતાં અને હાલમાં પેટમાં પાંચ માસનો ગર્ભ હતો. ટંકારા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:10 am IST)