Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોના વચ્ચે યોજાનાર લીંબડી વિધાનસભાની ચૂંટણીથી જનતામાં રોષ

તહેવાર બંધ, સરકારી ભરતીઓ, બંધ શાળા - કોલેજો બંધ છતાં સરકાર દ્વારા ચૂંટણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૦ : ગુજરાત વિધાનસભાની ખાલી રહેલી આઠ બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસ 'ઈલેકશન મોડ'માં આવી ગયા છે. આઠેય બેઠકોના સંભવિત નામો ચર્ચાવા લાગ્યા છે. બન્ને પક્ષો દ્વારા અગાઉ જ સેન્સ પ્રક્રિયા કરી લેવામાં આવી હતી એટલે હવે વિધિવત નામો જ જાહેર કરવાના બાકી છે.

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાના રાજકીય ખેલથી ખાલી પડેલી આ આઠ બેઠકોમાંથી ઓછામાં ઓછી પાંચ બેઠકોમાં ભાજપ પક્ષપલ્ટો કરનારા કોંગ્રેસના ધારાસભ્યોને જ લડાવે તેવા નિર્દેશ છે. બાકીની ત્રણ બેઠકોમાં શું થાય છે તેના પર મીટ રહેશે. કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં જ છે. પ્રદેશ પ્રમુખ-વિપક્ષી નેતા, આઠેય બેઠકોના નીરીક્ષકો સાથે ફાઈનલ રણનીતિ નકકી કરવા માટે બેઠક પણ યોજી હતી. સૂત્રોએ કહ્યું કે આઠેય બેઠક પર અગાઉ જ નિરીક્ષકો મોકલીને નામોની પેનલ તૈયાર કરાવી લેવામાં આવી હતી. હવે નામોની આ પેનલ પાર્લીમેન્ટરી બોર્ડને મોકલી દેવામાં આવશે અને સંસદીય બોર્ડ જ આખરી પસંદગી કરશે.

ધારી, મોરબી, લીંબડી, ગઢડા અને અબડાસા આ પાંચ બેઠકોનો જંગ રસપ્રદ બને તેવી ધારણા છે. ભાજપે અગાઉ જ કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોમાંથી પાંચને ફરી ટીકીટ મળશે તેવું કન્ફર્મ કર્યું છે અને તેથી જ હવે લીંબડી અને ગઢડા બે બેઠક પર ભાજપ કોને ટીકીટ આપવા માગે છે તેના પર સૌની નજર છે. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ઉપર કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપનાર સોમાભાઈ પટેલ હાલમાં તો કોઈ પાર્ટી સાથે જોડાયા નથી અને કોઈ પક્ષનો કેસ પણ હજુ સુધી સોમાભાઈ પટેલે પહેર્યો નથી ત્યારે હવે સોમાભાઈ કયા પક્ષમાંથી વિધાનસભાની પેટા ચૂંટણી લડશે તે અંગે જિલ્લામાં અટકળો વહેતી થવા લાગી છે

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભાની બેઠક માં કોંગ્રેસના સોમા ગાંડા પટેલને ભાજપ પોતાના બેનર પર ટીકીટ નહીં આપે તેવા સંકેત છે. કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં ભળ્યા છે પરંતુ સોમાભાઈ હજુ ભાજપમાં પ્રવેશ મેળવ્યો નથી અને માનવામાં આવે છે કે તેમની સાથે અલગ રીતે બાર્ગેનિંંગ થયું છે અને તેમના પુત્રને ભવિષ્યમાં અન્ય મત વિસ્તારમાંથી ચૂંટણી લડાવી શકે છે જયારે આ બેઠકમાં કોંગ્રેસમાંથી કલ્પના ધોલીયા, ચેતનભાઈ ખાચર, ભગીરથસિંહ રાણાના નામ છે. કલ્પનાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને ખાચર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ પોતાનો એક જ સંભવિત ઉમેદવાર તરીકે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ઉપર વિધાનસભાના ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાનું નામ ભાજપમાંથી લીમડી બેઠક ઉપર યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીમાં ફાઈનલ થઇ ગયું હોય તેવી હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચા પણ વહેવા લાગી છે ત્યારે હાલમાં ધારાસભ્ય તરીકે લીમડી બેઠક ઉપરથી રાજીનામું આપનાર સોમાભાઈ પટેલ હવે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે મોટો સવાલ હાલમાં ઊભો થઈ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ઉપર ધારાસભ્ય પદેથી સોમાભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ છેલ્લા નવ માસથી આ બેઠક ખાલી પડી છે ત્યારે હાલમાં તારીખ ૩ નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડીમાં પણ ખાલી પડેલી વિધાનસભાની બેઠક ઉપર ચૂંટણી ૩ નવેમ્બરના રોજ યોજાનાર છે અને ૧૦ નવેમ્બરના રોજ આ પેટા ચૂંટણીનું પરિણામ સામે આવનાર છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે અને દિન-પ્રતિદિન સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના ના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ મૃતક આંક પણ જિલ્લામાં હાલમાં કોરોના ના પગલે ઉંચો જવા પામ્યો છે.ત્યારે સરકાર દ્વારા પેટા ચૂંટણી વિધાનસભા ની જાહેર કરવામાં આવતા હાલમાં ધંધામાં આ બાબતે રોષ વ્યાપી જવા પામ્યો છે અને ખાસ કોરોનાની મહામારી વચ્ચે આ યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ઓછું થવાની પણ હાલમાં શકયતાઓ સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે ત્યારે હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી વિધાનસભાની પેટાચૂંટણી યોજવી કેટલી હિતાવહ છે તેવા લોકોમાં પણ હાલમાં સવાલો ઉભા થયા છે.

સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા સાત માસના સમયગાળાથી તમામ તહેવારો અને સરકારી ભરતીઓ શાળા-કોલેજો થિયેટરો અને અન્ય કેટલીક સુવિધાઓ જેવી કે રેલવે જેવી અનેક સરકારી સેવાઓ કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતની ૮ બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાતો કરવામાં આવતા ઉત્સવપ્રેમી લોકો અને સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માં કોઈના કોઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે કોઈ રાજકીય પક્ષની રીતે નહી પરંતુ આમ જનતામાં પણ હાલમાં આ યોજાનારી પેટાચૂંટણીના કારણે કોરોનાની મહામારી વચ્ચે તમામ સેવાઓ બંધ હોવાના અને પેટા ચૂંટણી યોજવાના પગલે રોષ વ્યાપી જવા પામ્યો છે અને ખાસ આ બાબતે જો આ પેટા ચૂંટણીઓ યોજાશે તો મતદાન પણ ઓછું થશે તેઓ પણ હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતનભાઇ ખાચર લીમડીના આગેવાન અને કોંગ્રેસના કાર્યકર ભગીરથ સિંહ રાણા તે ઉપરાંત ગોપાલ ભાઈ મકવાણા અને કોંગ્રેસમાં અનેક ઇચ્છુક ઉમેદવારો લીમડી વિધાનસભાની પેટાચૂંટણી લડવાની તૈયારીઓ અત્યાર સુધીમાં દેખાડી શકયા છે ત્યારે બીજી તરફ ભાજપમાં ફકત એક જ ચહેરો કિરીટસિંહ રાણા હોવાની હાલમાં જિલ્લામાં ચર્ચા થવા લાગી છે.

હવે ટૂંક જ સમયમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા લીમડી વિધાનસભાની બેઠક ઉપર યોજાનાર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવશે. હવે કોને ટિકિટ મળશે અને કોના પત્તાઓ કપાસે તે હવે ટૂંક સમયમાં બહાર આવશે.

(11:13 am IST)