Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

તળાજા -અલંગમાં કોરોનાની રફતાર ઘટીઃ એમ્બ્યુલન્સનું ભાડુ વધુ લેવાય છે !!

ભાવનગર,તા. ૧: કોરોનાના દર્દીને હેરફેર કરવું એ ચોક્કસ જોખમ ભર્યું છે તેમાંના નહીં.પણ એ જોખમના નામે એમ્બ્યુલન્સના માલિકો રીતસર લોકોની મજબૂરીનો લાભ લઇ રહ્યા છે.

વેપારી રાજુભાઇ દવે એ જણાવ્યું હતુંકે સથરા ખાતે રહેતા પરિવારના મહિલાને પોઝિટિવ કેસ આવતા ભાવનગરથી એમ્બ્યુલન્સ મગાવેલી. તળાજાથી ભાવનગર અને ત્યાંથી અમદાવાદનું ભાડું બેતાલીસ હજાર રૂપિયા વસુલ્યુ. સામાન્ય રીતે તળાજા થી અમદાવાદનું ભાડું પાંચ હજાર રૂપિયા ચાલે છે. તળાજા થી ભાવનગરનું ભાડું ૫૫૦૦ થી લઈ ૧૭૦૦૦ સુધી વસલૂવામાં આવેછે. જે કોરોના પહેલા હજાર બારસો રૂપિયા વસુલવામાં આવતું હતું.

એમ્બ્યુલન્સનું તગડું ભાડું ચૂકવવાનો ભોગ બનેલા દર્દીઓના પરિવારજનોનું કહેવું છેકે પીપીઈ કીટ અને વાહન સેનેટાઇઝર કરવાના બહાને ભાડું વસુલે છે.

તળાજાના સામાજિક કાર્યકર ટાઢાવડ ગામના રહીશ જોરશંગભાઈ ગોહિલએ જણાવ્યું હતુંકે પોતાના કાકીને તળાજાથી ભાવનગર લઈ જવામાટે સત્ત્।ર હજાર રૂપિયા વસુલવામાં આવ્યું. ભાવનગરથી ખાનગી હોસ્પિટલથી એમ્બ્યુલન્સ લેવા આવી હતી.

તળાજાથી ભાવનગર,અમદાવાદ કોરોનાના દર્દીને લઈ જવાના ભાડામાં રીતસર ખાનગી સંસ્થાઓ દ્વારા લૂંટ ચલાવાઈ રહીછે. તેવી વ્યાપક ફરિયાદ ઉઠતા ડે. કલેકટર દક્ષેશ મકવાણાને પૂછતાં તેઓએ સરકારની કોઈ ચોક્કસ ગાઈડ લાઈન નથી. એજ રીતે તાલુકા હેલ્થ અધિકારી ડો.નિલેશ ગોધાણી એપણ સરકારની કોઈ ગાઈડ લાઈન ન હોવાનું કહયુ. એટલેકે સરકારે ખુદ લૂંટવાનો ઇજારો આપ્યો હોય તેવો બંને અધિકારીના નિવેદન પરથી કહી શકાય.

તળાજા તાલુકા આરોગ્ય અધિકારી ડો.નિલેશ ગોધાણી એ જણાવ્યું હતુંકે છેલા સાત દિવસમાં કોરોનાના કેસો પહેલા કરતા ઘણા જ ઘટ્યાછે. પહેલા બારથી લઈ ત્રીસ કેસ આવતા તેની સામે હાલ ત્રણ ચાર જ આવી રહ્યા છે. એ ઉપરાંત હાલ એન્ટીજન્સી ના દરરોજ ૪૦૦ થી વધુ અને ગળા, નાકમાંથી લેવાતા નમૂના જે આર્ટિટિશિયારના ૩૦-૩૫ ટેસ્ટ કરીએ છીએ.તેમાંથી ત્રણ ચાર પોઝિટિવ આવે છે.તેઓએ લોકોને અપીલ કરી છે કે હાલ તળાજામાં બે સ્થળો પર ઇમરજન્સી કીટ દ્વારા ટ્વિસ્ટિંગ ચાલુ છે ત્યાં સ્વંય જાગૃતતા દાખવી ટેસ્ટિંગ કરાવે.

(11:14 am IST)