Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ઉનાના ઉંટવાડામાં માતા તેના દોઢ વર્ષના પુત્ર સાથે ગુમ

ઉના તા. ૧ :.. તાલુકાના ઉંટવાળા ગામે રહેતા બાબુભાઇ જીલુભાઇ ચાવડાએ પોલીસ સ્ટેશનમાં જાહેરાત કરી છે કે તેમની પત્ની ભાવનાબેન (ઉ.ર૩) તથા તેનો દિકરો શીવરાજ (ઉ.વ. દોઢ વરસ)નો રાત્રી સમયે કોઇને કહયા વગર ઘરેથી ચાલી ગયા હતા.

ગામ ત્થા પરિવારમાં શોધખોળ કરવા જતા ભાળ ન થતા ગુમ થયાની જાહેરાત કરી છે. ફોટાવાળી મહિલા કે બાળકની કોઇને જાણ થાય તો ઉના પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરી એક યાદીમાં કરી છે.

(11:14 am IST)