Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

મોટી પાનેલીમાં સૂપડાધારે દોઢ કલાકમાં સવા ત્રણ ઇંચ

મોટી પાનેલી :ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં કુદરતનો કહેર યથાવત રહેતા જગતનો તાત બિચારો બન્યો છે ે સાંજના સાડાપાંચ વાગે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જોતજોતામાં સૂપડાધારે વરસાદ પડતા દોઢ કલાકમાંજ સવાત્રણ ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો છે ખેડૂતો મગફળી કાઢી રહ્યા હોય મગફળીનો પાક પાથરે પડ્યો હોય ખેતરોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતા પાથરે પડેલી મગફળી પણ તણાતી હતી રહ્યો સહ્યો કપાસના ડીંડવા અને ફૂલો ખરી પડતા જગતનો તાત વીલા મોઢે બધું સહન કરી રહ્યો એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કુદરતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય એવુ લાગી રહ્યું છે એક બાજુ સરકાર સર્વેના નામે ખેડૂતો સાથે રમત રમી રહી છે અને બીજી બાજુ કુદરત જાણે ખેડૂતોને ભરી પીવા તૈયાર થયો હોય તેવો ખેલ ખેલી રહ્યો છે પાનેલી પંથકમાં સીઝનનો કુલ વરસાદ પંચાણું ઇંચ જેવો પડી ગયો છે પાનેલીની બજારોમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા ઠેર ઠેર પાણી પાણી જોવા મળતું હતું.

(11:37 am IST)