Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજુલામાં બે કલાકમાં ૪ ઇંચ

રાજુલા : રાજુલા શહેરમાં ચાર ઇસ વરસાદ ખાબકયો  હતો. શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. રાજુલા વિસ્તારમાં બપોરના બે થી ત્રણ. વાગ્યા સુધીમાં ૪ ઈચ જેટલો વરસાદ પડતા રાજુલાના શ્રીજી નગર, શિક્ષક સોસાયટી ,ધારા સોસાયટી ,વર્કશોપ હવેલી ચોક, તથા મામલતદાર કચેરી આગળ બાવળીયાની વાડી તથા ભાણ બાપુનગર વિસ્તારમાં ભારે પાણી ભરાયા હતા એક જ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા ઘરોમાં પાણી ભરાયા હતા જયારે આ વરસાદ જાફરાબાદ વિસ્તારમાં અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો નથી વીજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો બે કલાકમાં ૯૩ મીમી વરસાદ નોંધાયો છે.

(11:36 am IST)