Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અચાનક ફરી બીજા દિ'એ પણ મેઘો સાંજે વરસ્યોઃ કોટડાસાંગાણી અને હાઇવે ઉપર ૩ ઇંચ

એક-બે જીલ્લામાં વરસતા વરસાદે ગઇકાલે આઠ જિલ્લાને આવરી લીધો : કચ્છમાં પણ ઝાપટા વરસ્યાઃ જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર જીલ્લા કોરા જ રહ્યાઃ ખેડૂતોને ભારે નુકશાન

ગોંડલ શહેર પંથકમાં એક કલાકમાં ત્રણ ઇંચઃ ગોંડલઃ ગોંડલ શહેરમાં સાંજના સુમારે મેદ્યરાજા એ દે ધનાધન વરસવાનું શરૂ કરતાં એક કલાકમાં ત્રણ ઇંચ  વરસી જવા પામ્યો હતો રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતા જયારે ગોંડલથી રિબડા સુધી હાઇવે ઉપર વાદળ ફાટ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું, વાહનોસાઈડમાં ઉભા રહી જવા પામ્યા હતા, તાલુકાના પંચીયાવાદર, શેમળા, બિલિયાળા, અનિડા ભલોડી અને ભોજપરા સહિત વરસાદ વરસ્યો હતો. અતિરેક વરસાદના લીધે ખેતરોમાં મગફળી, કપાસ સહિતનો પાક ધોવાઈ જતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ જવા પામ્યો છે.(તસ્વીર-જીતેન્દ્ર આચાર્ય) (૨૨.૨૦)

રાજકોટ, તા. ૧: ચોમાસાએ વિદાય લઇ લીધી છે એ નિશ્ચિત થઇ ગયું છે. ત્યાંજ છેલ્લા બે દિ'થી અચાનક સાંજના સમયે મેઘો વરસી રહ્યો હોઇ બીજી તરફ ખેડૂતોને પણ ભારે નુકશાન થઇ રહ્યું છે. જોકે ગઇકાલે આ વરસાદે આઠ જીલ્લાને આવરી લીધા હતાં. કચ્છમાં પણ ઝાપટા વરસ્યા હતાં અને જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જીલ્લામાં સુકુ હવામાન યથાવત રહ્યું હતું. જેમાં પણ અનેક સ્થળોએ ૩થી ૪ ઇંચ પાણી પડી ગયું છે. ગઇ સાંજે કોટડાસાંગાણી વિસ્તારમાં ત્રણ ઇંચ ઉપરાંત ગોંડલ, રાજકોટ હાઇવે ઉપર પણ આભ ફાટયું હોય તેમ ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો.  ગોંડલના અહેવાલ મુજબ રીબડાથી ગોંડલ વચ્ચે અનરાધાર વરસાદ વરસતા હાઇવે પર વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડયો છે.

ગોંડલ પંથકમાં પાંચીયાવદર, શેમળા, બિલીયાળા, ભોજપરામાં ધોધમાર બે ઇંચ વરસાદ પડયો છે.

કોડીનાર પંથકમાં પોણો કલાકમાં બે ઇંચ

કોડીનાર ગીર કાંઠા વિસ્તારમાં સાંજના અચાનક કડાકા ભડાકા સાથે સાંબેલાધારે વરસાદ પડવો ચાલુ થયેલ જે પોણો કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો. કોડીનારના વલાદર, સાંઢણીધાર, ઘાંટવડ, જામવાળા, કંટાળા, મગડલા, સહિતના ગીર કાંઠાના ગામોમાં અચાનક જ પડેલા ભારે વરસાદથી ખેડૂતોની મગફળીના પાથરા પલળી ગયા હતાં અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં. કેટલીક જગ્યાએ તૈયાર કાઢેલી મગફળી પણ પલળી જતા ખેડૂતોને પડયા ઉપર પાટુ સમાન આ વરસાદથી નુકશાન થયું હતું. આજે સવારે ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં નોંધાયેલ વરસાદ નીચે મુજબ છે.

રાજકોટ

કોટડાસાંગાણી

૭ર

મી.મી.

ગોંડલા

પ૦

  ''

ઉપલેટા

૧૪

  ''

જસદણ

ર૬

  ''

જેતપુર

૧૦

  ''

ભાવનગર

ગારીયાધાર

  ૯

મી.મી.

પાલીતાણા

  ૯

  ''

જુનાગઢ

વિસાવદર

૧૦૦

મી.મી.

વંથલી

  ૩૪

  ''

જુનાગઢ

  ૩૦

  ''

ભેંસાણ

  ર૭

  ''

માળીયા હાટીના

  ર૭

  ''

મેંદરડા

   પ

  ''

અમરેલી

 

 

રાજુલા

૯ર

મી.મી.

ખાંભા

૪પ

  ''

લાઠી

ર૦

  ''

સાવરકુંડલા

  ૮

  ''

બાબરા

  ૧

  ''

ગીર સોમનાથ

ઉના

ર૪

મી.મી.

કોડીનાર

  ૩

  ''

ગીરગઢડા

  ર

  ''

તાલાલા

  ૧

  ''

કચ્છ

અંજાર

  ૮

મી.મી.

બોટાદ

 

 

બરવાળા

૧૧

મી.મી.

રાણપુર

  ૩

  ''

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

મી.મી.

(11:40 am IST)