Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

૨ ઓકટોબર : ગાંધી જંયતિ

મારૂ જીવન એ મારો સંદેશ છે

વ્યકિત પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે, તે જેવું વિચારે છે, તેવો બની જાય છે

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજયની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઈ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઈ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજયનો વિસ્તાર ઘટીને ફકત તેમના પોતાના દેશ બ્રિટન(અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઈ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફકત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં, પણ જેના રાજયનો સૂરજ કદી આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઈ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીજીના સત્યાગ્રહના આદર્શે માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરિક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.

મોહનદાસ કરમચંદ ગાંધીના વડવાઓ વ્યવસાયે (કરિયાણાનો ધંધો કરતા) હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંંધીનો વ્યવસાય કરેલો નહીં અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેલા. મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફકત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા; સૌથી મોટો પુત્ર હરીલાલ(જન્મ સન ૧૮૮૮), ત્યાર બાદ મણીલાલ(જન્મ સન ૧૮૯૨), ત્યારબાદ રામદાસ(જન્મ સન ૧૮૯૭) અને સૌથી નાનો પુત્ર દેવદાસ(જન્મ સન ૧૯૦૦).

સત્યાગ્રહનો ઈતિહાસ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ઘાંતોની આચારસિદ્ઘિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયત્ન છે

 ''કમજોર કયારેય માફ નથી કરી શકતો. માફ કરવા માટે ખૂબજ તાકાત ની જરૂરત હોય છે.''

''મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છેમ સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવા નું સાધન''

''મારુ જીવન એ મારો સંદેશ છે.''

''પોતાની ભૂલને સ્વીકારવી એ જાડુ લગાડવા સમાન છે, જે સતહને સાફ અને ચમત્કાર બનાવી દે છે''

''વ્યકિત પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે ,તે જેવું વિચારે છે , તેવો બની જાય છે.''

સંકલન

સચિન જે. પીઠડીયા

માંગરોળ

(11:41 am IST)