Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ચોટીલામાં આદ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી

ચોટીલા :ચોટીલા ખાતે પાળીયાદ રોડ પર આમ આદમી પાર્ટીની મીટીંગનું આયોજન જિલ્લા પ્રમુખ પરસોતમભાઇ મકવાણા અને ઉપપ્રમુખ દેવકરણભાઈ જોગરાણાની ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું. ગુજરાત માં હાલ ચૂંટણી નો માહોલ જામ્યો છે ત્યારે એક પરિવર્તન નો પવન ફૂંકાઈ રહ્યો છે. આવા સંજોગોમાં ગુજરાત આમ આદમી પાર્ટીની કમાન ગોપાલ ઇટાલીયા એ સાંભળતા નવયુવાનો અને સામાજિક કાર્યકરો માં ઉત્સાહનો માહોલ છે . સમાજ સેવા કરવા આતુર લોકો હોંશે હોંશે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલાં જ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના આગેવાન દેવકરણભાઈ જોગરાણા પણ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને સંગઠન મજબૂત કરવા કમર કસી રહ્યા છે. ચોટીલા તાલુકા અને શહેર ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી છે. જેમાં ચોટીલા તાલુકા પ્રમુખ તરીકે ધીરુભાઈ પ્રેમજીભાઈ મેટાળીયા, ઉપપ્રમુખ તરીકે કનૈયાલાલ રાધેશ્યામભાઈ નિમાવત, ચોટીલા શહેર પ્રમુખ તરીકે કૌશિકભાઈ જીણાભાઈ બોડાણા ની વરણી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સંગઠન ને વધુ મજબૂત બનાવવા કાર્યકર જોડો અભિયાન શરૂ કરવામાં આવશે. તસ્વીરમાં નવ નિયુકત હોદ્દેદારો નજરે પડે છે. (તસ્વીર. ફઝલ ચૌહાણ)

(11:44 am IST)