Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વિસાવદરના એએસઆઇ ધીરૂભાઇ સુરેજાને નિવૃતી વિદાયઃ રપ૦થી વધુ ઇનામો મેળવેલ

એટીએસ આરઆરસેલ તેમજ એલસીબીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડયાના હસ્તે સન્માનીત કરાયા હતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ :  વિસાવદર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ધીરૂભાઇ સુરેજા ૪૦ વર્ષ સુધી પોલીસ ખાતામાં ફરજ બજાવી ગઇકાલે નિવૃત થતાં તેઓને વિસાવદરના પીઆઇ એન.આર.પટેલના અધ્યક્ષ સ્થાને સાદગીપુર્ણ વિદાય આપવામાં આવી હતી. ધીરૂભાઇ સુરેજાએ પોતાના ફરજકાળ દરમિયાન જુનાગઢ આરઆરસેલ, એલસીબી જિલ્લા હાઇવે ટ્રાફિક પોલીસ તેમજ એ તથા બી ડીવીઝનના ડી સ્ટાફમાં ફરજ બજાવી અનડીટેકટ ગુન્હાઓનું ડીટેકશન અને સારી કામગીરી બદલ રપ૦ થી વધુ ઇનામો મેળવેલ છે. અને તેઓની ફરજ દરમિયાન તેમની સામે કોઇ દંડ કે  સજા ઇન્કવાયરી સાંગોપાગ ફરજ અદા કરેલ છે. શ્રી સુરેજાએ એટીએસ સ્કવોડમાં પણ ફરજ બજાવી અને સારી કામગીરી બદલ તત્કાલીન ગૃહમંત્રી શ્રી હરેનભાઇ પંડયાના હસ્તે સન્માન કરી રૂ.રપ હજારનું ઇનામ અપાયુ હતુ. શ્રી સુરેજાને નિવૃત જીવન સુખ રૂપ નિવડે તે માટે એસપી શ્રી રવિ તેજા વાસમ શેટી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને વિસાવદરના પીઆઇ એન.આર.પટેલ સહિતનાએ શુભેચ્છા આપેલ.

(12:47 pm IST)