Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જસદણમાં ધોધમાર વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં મૂકેલી મગફળી પલળી, ખેડૂતોને નુકસાનની ભીતિ

પાણીના ધસમસતા પ્રવાહમાં મગફળી તણાઈને જતી હોય તેવા વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે

રાજકોટ, તા. ૧ : સમગ્ર રાજયભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે બુધવારના રોજ ગોંડલ તાલુકાની માફક જસદણ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડમાં જે પ્રકારે ખુલ્લામાં રાખવામાં આવેલી ખેડૂતોની મગફળી પાણીમાં પડી જતાં ખેડૂતોને પારાવાર નુકસાન વહોરવાનો વારો આવ્યો હતો, તે જ પ્રકારના દ્રશ્યો કંઈક જસદણ માર્કેટ યાર્ડમાં પણ સામે આવ્યા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં મગફળી તણાઈને જતી હોય તેવા વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

માર્કેટિંગ યાર્ડમાં વરસાદમાં અનાજ પલળવું કંઇ નવી વાત નથી. દર વર્ષે આવા દ્રશ્યો સામે આવતા હોય છે તો પણ માર્કેટિંગ યાર્ડ આ અંગે સજાગ થતું નથી. ખેડૂતોની આખા વર્ષની મહેનત થોડા જ વરસાદમાં બરબાદ થઇ જાય છે. બીજી તરફ સતત વરસાદને કારણે ૪૦ દિવસ ખેતરમાં જઈ ન શકતા મગફળીમાં ઈયળ આવી છે. ફૂલ ખીલવા નથી પામ્યા. તલનું જે વાવતેર કર્યું તે બધું ધોવાઈ ગયું છે. હવે એક કપાસની આશામાં ફાલ પાકવાનો હતો ત્યારે વરસાદ પડ્યો.

(12:52 pm IST)