Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જસદણનાં વકીલને મામલતદારે કાયદાનુ ભાન કરાવી માફી પત્ર લખાવ્યું

( વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧ : જસદણનાં મામલતદાર ઝાલાએ જસદણનાં વકીલ ચંકીત રામાણીને ગઇકાલે કાયદાનુ ભાન કરાવી માફી પત્ર લખાવતા આ બનાવે ચર્ચા જગાવી છે.

આ બનાવની જાણવા મળતી માહીતી મુજબ જસદણનાં વકીલ ચંકીત રામાણી પક્ષકારની પેરવી કરવા જસદણ મામલતદાર ઝાલા સમક્ષ ઉપસ્થિત થયા હતા પરંતુ વકીલની ઓળખ મુજબનાં કપડા પહેરેલ ન હોય મામલતદાર ઝાલા દ્વારા વકીલને ટકોર કરતા અને શા માટે તેઓને પોતાનો પક્ષ રજુ કરવા તક આપવી જોઇએ તે અંગે કડક શબ્દોમા કહેતા બંને વચ્ચે રકઝક થઇ હતી.

બાદમા વકીલ ચંકીત રામાણી દ્વારા માફી પત્ર લખી આપવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય તેવી બાહેધરી આપતા મામલો થાળે પડયો હતો.

આ બનાવે જસદણમાં ભારે ચર્ચા જગાવી છે.

(2:33 pm IST)