Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

લાઠી : વિશાલ પરમાર નામનો શખ્સ લગ્નની લાલચ આપી યુવતીને ભગાડી ગયો

અમરેલી જિલ્લામાં જુદા જુદા ક્રાઇમના બનાવો : ચલાલામાં રેતીની ચોરી કરતા એક શખ્સ સહિત ૧૩ ટ્રોલી સાથેના મુદ્દામાલ જપ્ત : બે સ્પ્લેન્ડર પણ ચોરાયા

અમરેલી, તા. ૧ :  લાઠીના નારાયણનગરમાં રહેતા હરેશભાઇ નારૂભાઇ બારોટની માલીકીની હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી નં. જીજે-૧૪ એએમ ૪૯૧૭ની કોઇ હરામખોર કિ. રૂ. ૩પ૦૦૦ ની ઘરની બાર પાર્ક કરેલ હોય તે ચોરી કરી લઇ ગયા ની ફરીયાદ દામનગર પોલીસમાં નોંધાવેલ છે.

અમરેલીની સંધિ સોસાયટીમાં રહેતા કયુમભાઇ કાદરભાઇ ભીખરાનું હિરોહોન્ડા સ્ટેશન રોડ ઉપર થી મોટર સાયકલ નં. જીજે ૧૪-૬-૩ર૭૩ નું કિ. રૂ. ૩૦૦૦૦ નું કોઇ હરામખોર ચોરી કરી લઇ ગયાની ફરીયાદ અમરેલી સીટીમાં નોંધાવેલ છોે.

લાઠીના ભુરખીયા ગામના ભરતભાઇ જહાભાઇ રાઠોડની દિકરીને તે જ ગામનો વિશાલ હરીભાઇ પરમાર નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન તથા બદકામ કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ લાઠી પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ચલાલા ગામના અશોકભાઇ ઉર્ફે હકો નાગજીભાઇ ગોંડલીયા પોતાના હવાલાનો ટ્રેકટર નં. જીજે-૧૪ એકે ૮૩૯૭ ની ટ્રોલી નં. જીજે ૧૪*પપ૮ર માં ગે.કા. વગર પરમીટ તથા રોયલ્ટી વગર રેતી ચોરી કરી ટ્રેકટર ટ્રોલી તથા ચોરી કરેલ રેતીની કુલ કિ. રૂ. ર,પર,૦૦૦ મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કર્યાની ફરીયાદ ચલાવા પોલીસમાં નોંધાઇ છે.

જસદણ ગામના ઘનશ્યામભાઇ પટેલ તથા પ્રદિપભાઇ સોજા આ બન્ને વિશાલ ટ્રેડિંગ જસદણ નામની ભાગીદારીમાં ઓફિસ ચલાવતા હોય અને અમરેલીના નિલેષકુમાર ધીરજલાલ વામજાની ગેલોપ્સ ગેલ્વેનાઇઝ પ્રા. લી. નામની તાર ફેન્સીંગની કંપની ચલાવતા હોય અને ઘનશ્યામ તથા પ્રદિપ આ બન્નેએ નિલેષભાઇને વિશ્વાસ કેળવી જંગલ ખાતાનાં તાર ફેન્સીંગનો ટેન્ડરનો હવાલો બતાવી નિલેષ ટેમ્પામાં મંગાવી નિલેષભાઇને આરોપી પાસે અવારનવાર પૈસાની ઉઘરાણી કરતા પોતાની ઓફિસ તથા ફોન બંધ કરી ભાગી જઇ અને ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરીયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઇ છે.

(2:34 pm IST)