Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભાયાવદરમાં જુગારના અખાડા પર એલસીબીનો દરોડોઃ પત્તા ટીંચતા ૧૦ ઝડપાયા

એલસીબીના દિવ્યેશભાઇ સુવા અને નિલેશભાઇ ડાંગરની બાતમીઃ રૂ.૪ લાખની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧: ભાયાવદર વિસ્તારમાં એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા દસ શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ રેન્જમાં પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સાગર બાગમારની સૂચનાથી પીઆઇ એમ.આર.ગોહીલ, હેડ કોન્સ રવીદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, દિવ્યેશભાઇ સુવા, રહીમભાઇ દલ, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોશી તથા અમુભાઇ વીરડા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારેકોન્સ દિવ્યેશભાઇ અને નિલશેભાઇને મળેલી બાતમીના આધારે ભાયાવદર વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા કરણસિંહ અજીતસિંહ ચુડાસમા (ઉ.રર) (રહે.ભાયાવદર, દરબારગઢ વિસ્તાર તા.ઉપલેટા)  કેયુરભાઇ કિશોરભાઇ ડઢાણીયા (ઉ.૩૦) (રહે. હાઇસ્કુલ મેદાન સામે ભાયાવદર તા.ઉપલેટા), દિપકભાઇ રતીલાલભાઇ કાલરીયા (ઉ.પ૩) (રહે. રોકડ શેરી ભાયાવદર તા.ઉપલેટા), સુખદેવ ઘનશ્યામભાઇ સોલંકી (ઉ.૪૬) (રહે.સ્વામીનારયણ સોસાયટી ઉપલેટા), મહમદ સીદીકભાઇ પટા (ઉ.ર૮) (રહે. ભાયાવદર હોળીધાર તા.ઉપલેટા), કિશોરભાઇ નારણભાઇ કરમુર (ઉ.૩પ) (રહે.ઉપલેટા, કૈલાશનગર કાલાનાલા પાસે), અલ્પેશ કરસનભાઇ સુવા (ઉ.ર૯) (રહે.ઉપલેટા, રાજમોતી નગર) ચીમનભાઇ નાથાભાઇ ચાવડીયા (ઉ.૩પ) (રહે. કલારીયા તા.ઉપલેટા), હબીબભાઇ દિનમહમદ સંઘવાણી (ઉ.૪ર) (રહે.કાદી વિસ્તાર મિયાણાવાસ ઉપલેટા), હિતેશભાઇ બચુભાઇ ભુંડીયા (ઉ.ર૮) (રહે. કલારીયા) તા. ઉપલેટા)ને પકડી લીધા હતા અને રવિરાજસિંહ અનોપસિંહ ચુડાસમા (રહે. ભાયાવદર સુખનાથ મહાદેવ મંદિર પાસે), રૂ.૪.૦૬ લાખની રોકડ સહિત રૂ.૪,૭૬,પ૦૦ની મતા કબ્જે કરી હતી. જયારે ભાયાવદરના રવિરાજસિંહ અનોપસિંહ ચુડાસમાની શોધખોળ હાથ ધરી છે.

(3:42 pm IST)