Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જસદણમાં દ્વારકાધીશ બાયો ડીઝલમાં પુરવઠાનો દરોડોઃ ર લાખનું ડીઝલ સીઝ

રાજકોટ :.. આજ સવારથી ડીએસઓના માર્ગદર્શન હેઠળ પુરવઠા ઇન્સ્પેકટરો હસમુખ પરસાણીયા-કિરીટસિંહ ઝાલા દ્વારા ગેરકાયદે ધમધમતા બાયો ડીઝલ એકમો ઉપર દરોડાનો દોર શરૂ કરાયો છે. મળતી વિગતો મુજબ ૧  લાખ ૮૦ હજારનું ૩ હજાર લીટર બાયો ડીઝલ સીઝ કરી દેવાયું છે. પુરવઠાની ટીમો જસદણ પંથકમાં ત્રાટકી છે, જેમાં દ્વારકાધીશ બાયો ડીઝલ ખાતે બપોરે રાા વાગ્યે ટીમોએ દરોડા પાડી તપાસ શરૂ કરી બાયો ડીઝલના નમુના લીધા હતાં. એકમના માલિકનું નિવેદન લઇ સ્ટોક, વેચાણ, ખરીદી, બીલો, ટેક્ષ સહિતની બાબતોની ચકાસણી હાથ ધરી હતી.

(4:25 pm IST)