Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

યુપીમાં દલિત દીકરી પર બળાત્કાર-અત્યાચાર,કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં જામનગરમાં પૂતળાંદહન

લાલબંગલા સર્કલમાં સાંજે મહાનગરપાલિકાના વિપક્ષીનેતા , કોંગેસી કોર્પોરેટરો અને કાર્યકરોએ યુપી પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો : સુત્રોચાર કર્યા

જામનગર : યુ.પી.માં દલિતની દીકરી પર બળાત્કાર અને તેના પર થયેલા અત્યાચાર મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીના કોંગ્રેસીકાર્યકરોના કાફલા સામે યુ.પી.પોલીસે કરેલી અટકાયત અને તે પૂર્વે કરેલા દમનના વિરોધમાં જામનગરમાં કોંગ્રેસ દ્વારા યુપી સરકાર અને પોલીસ સામે રોષભેર પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો .

  જામનગરના લાલબંગલા સર્કલમાં સાંજે મહાનગરપાલિકાના વિપક્ષીનેતા , કોંગેસી કોર્પોરેટરો અને કાર્યકરોએ યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા ફાડી પૂતળાદહન કરી યુ.પી.પોલીસની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.પીડિતના પરિવારને કોંગ્રેસના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી મળવા જઇ રહ્યા હતા ત્યારે જ , તેને ગ્રેટર નોઈડા પોલીસે અટકાવી યમુના એક્સપ્રેસ વે પર કોંગ્રેસના બંને નેતાઓની ધરપકડ કરી હતી . રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવતા કહ્યું કે પોલીસે લાકડીઓ વડે તેમની હત્યા કરી હતી . જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રોકી દેવામાં આવ્યા હતા આ વેળાએ પોલીસ અને કોંગ્રેસી નેતાઓ વચ્ચેના ઘટનાક્રમના જામનગરમાં પણ જોવા મળ્યા હતા.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(8:00 pm IST)