Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

૫૦૦ કંકોત્રી સ્વજનનો મોકલી અને પ્રસંગમાં પધારવાની મનાઇ કરી વ્યવહાર સાચવી લીધો

ધોરાજીના બાલઘા પરિવારે લગ્ન પ્રસંગે સમાજને નવો રાહ ચિંધ્યો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧ : ધોરાજીના સહકારી અગ્રણી જે.ડી બાલધાના પુત્રના લગ્ન પ્રસંગ નિમિત્તે કોરોના મહામારીના સમયમાં ૫૦૦થી વધુ કંકોત્રીઓ સગા વ્હાલાઓને મોકલી આશ્ચર્ય કર્યું

હાલમાં દીકરીના લગ્ન પ્રસંગ હોય તો માત્ર ૧૦૦ વ્યકિતઓને, દીકરાના લગ્ન હોય તો ૫૦ લોકો થી વધારે હાજર નહીં રાખવા  સરકારનો પરિપત્ર છે પરંતુ બાલધા એ તેમના પુત્રના લગ્ન પ્રસંગે ૫૦૦ થી વધુ કંકોત્રીઓ તેમના સગા વ્હાલાઓને મોકલતા આશ્યર્યમાં મૂકી દીધા અને બાલધાનો સંપર્ક સાધતા તેઓએ ૫૦૦ કંકોત્રી સગા વ્હાલાઓને પોતાના પુત્ર ચિ. આનંદના લગ્ન પ્રસંગે મોકલી હોવાનું કબૂલ્યું હતું

આ સમયે પ્રશ્ન કરતા  હસતા હસતા જણાવેલ કે મારે આ છેલ્લા પુત્રના લગ્ન છે અને છેલ્લો પ્રસંગ છે મારો વહેવાર સમાજમાં મોટો છે હાલના કોરોના મહામારીના સમયમાં હું હવે કેમ તોડી શકું પરંતુ મને વિચાર આવ્યો કે ગયા વખતે મારા પુત્ર અને પુત્રીના લગ્ન પ્રસંગે ૫૦૦ કંકોત્રી મે આપી હતી સગા વ્હાલાઓને તો આ છેલ્લા પ્રસંગમાં હું કંકોત્રી ના આપૂ તો મારા માટે પણ ખરાબ કહેવાય અને વ્યવહાર તૂટે જેથી મેં ૫૦૦ કંકોત્રી છપાવી જેમાં મારા તમામ સગા વ્હાલાઓને તેમજ મિત્ર સર્કલને આ કંકોત્રી મોકલાવી કંકોત્રી માં જણાવેલ કે આપ તથા આપના પરિવારજનો વર્તમાન સમયમાં સંપૂર્ણ સ્વસ્થ અને ખુશહાલ રહો એવી અમો અંતરપૂર્વક ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ઇશ્વરની પરમ કૃપાથી મંગલ પ્રસંગ થી અમંગલ કોરોના દૂર રહે તે માટે સૌના સ્વાસ્થ્યની કાળજી લઈને અમો પ્રત્યક્ષ દર્શન ની તીવ્ર ઈચ્છા ને ધ્યાને રાખીને જૂજ પરિવારોનો ટૂંકમાં પ્રમાણિક પણે પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છીએ આપ સૌની અનુમતિથી અપેક્ષાએ નવદંપતીઓને આશીર્વાદ આપશો તે માટે આ નિર્ણય લીધો છે અને આપને આ પ્રસંગની કંકોતરી મારફત માત્ર જાણ કરીએ છીએ....? આપને કોઈને પધારવાનું નથી.....?

આ પ્રકારે તમામ સગાવહાલા મિત્રો સર્કલની અંદર ૫૦૦ જેટલી કંકોત્રી મોકલી અને માત્ર તેમના આશિર્વાદ માંગ્યા છે આ પ્રકારે કોરોના મહામારીના સમયમાં ચુસ્તપણે તેઓએ અમલવારી કરીને માત્ર ૫૦ લોકોની સંખ્યામાં પ્રસંગ ઊજવી અને નવદંપતીઓને વોટ્સએપ દ્વારા મેસેજ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરી અને કોરોના મહામારીના સમયમાં એક નવું ઉદાહરણ બહાર પાડ્યું છે જે અંગે  તમામ સગાંઓનો પણ આભાર માન્યો હતો અને કોરોના મહામારીના સમયમાં તમામ લોકોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા તે બાબતે પણ સૌનો આભાર માન્યો હતો

 આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના  ચેરમેન દિલીપભાઈ સંઘાણી પધાર્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવી જણાવેલ કે તમે જે પ્રકારે સમાજને એક નવી રાહ ચીંધી છે કે ૫૦૦ જેટલા સગા વ્હાલા મિત્ર સગા સબંધીઓ ને કંકોત્રી મોકલી ને વ્યવહાર સાચવી લીધો છે પરંતુ પ્રસંગમાં હાજરી નહીં આપી માત્ર અને માત્ર આશીર્વાદ પાઠવવાનો જે સંદેશો પાઠવ્યો છે કે હાલના સમયમાં એક સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેથી હું ખુશ થયો છું

આ પ્રસંગે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ હરકિશનભાઈ માવાણી વિગેરે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ એ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા

 ધોરાજીના શ્રીમતિ નૂતનબેન જમનાદાસ દુદાભાઈ બાલધા (જે.ડી. બાલધા)ના સુ.પુત્ર ચિ. આનંદ ના શુભ લગ્ન રાણપુર ભેસાણ નિવાસી શ્રીમતી મંજુલાબેન જયંતીભાઈ રામજીભાઈ હિરપરા ની સુપુત્રી  ચિ. નેહા સાથે આજરોજ  જુનાગઢ જેતપુર નેશનલ હાઈવે પર આવેલ વ્રજ વાટીકા હોટલ ખાતે નિર્ધાર્યા આ પ્રસંગે હાર્દિકભાઈ જમનાદાસ બાલધા તેમજ શ્રીમતી દીપલબેન હાર્દિકભાઈ બાલધા વિગેરેએ આશીર્વાદ પાઠવ્યા હતા.

(12:59 pm IST)