Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ઓખા ગુજરાતના માચ્છીમારોએ લાઇન ફીશીંગ બંધ કરવા આવેદન

ઓખા તા. ર :.. ગુજરાતના ૧૬૦૦ કિ. મી.ના વિશાળ સાગરમાં છેલ્લા ઘણા સમયથી અમુક સ્વાર્થી અને માથાભારે માચ્છીમારો દ્વારા લાઇન ફીશીંગની પધ્ધતી દ્વારા માચ્છીમારી કરવામાં આવે છે જે ગુજરાતના મત્સ્યઉદ્યોગને અને દરિયાઇ પર્યાવરણને મોટી નુકશાની પહોંચાડે છે. આ રાક્ષસી ફીશીંગથી દરીયાઇ વનસ્પતી, નાની માછલી, બચ્ચા તથા માચ્છલીના ઇંડા સહિતનું નીકંદ કાઢી નાખે છે.

આ પ્રકારની ફીશીંગમાં ૧૦૦ થી ૧પ૦ બોટ એક સાથે અર્ધગોળાકાર લાઇનમાં ગોઠવાઇ એકી સાથે ૩ થી ૪ કિ. મી. વિસ્તારમાં એક સંગઠીત પ્રકારનું રાક્ષસી સ્વરૂપ ધારણ કરે છે. અને સેંકડો કિ. મી. વિસ્તારને બંજર બનાવી દે છે.

જો આ પ્રકારની પધ્ધતી રોકવામાં અહી આવે તો ગુજરાતનો ૧૬૦૦ કિ.મી.નો દરિયામાં માચ્છલીઓ લુપ્ત થઇ જશે. અને તેની સિધ્ધી અસર મત્સ્ય ઉદ્યોગ પર નિર્ભર લાખો પરિવારોની રોજીરોટી છીનવાશે અને લોકો બેકાર બનશે. અને ગુજરાતનો મત્સ્ય ઉદ્યોગ ભાંગી પડશે. અને સૌથી મોટી અસર વિદેશી હુંડીયામણ ઉપર પડશે.

આવી મુશ્કેલ પરિસ્થિતી નિર્માણ ન થાય તે માટે તુરંત કાયદાકીય પગલા લેવા દેવભૂમિ દ્વારકા જીલ્લા સાથે પોરબંદર, સલાયાના માચ્છીમારી એસોસીએશન દ્વારા પ્રાંત અધિકારીને લેખીત આવેદન પત્ર આપી તુરંતમાં ઘટતુ કરવા માંગ કરી છે.

(11:25 am IST)