Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હળવદ રોડ પરથી ચોરાયેલ રીક્ષા સાથે ૬ શખ્સો ઝડપાયા

વઢવાણ તા.ર : નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર જિલ્લા તરફથી જીલ્લામાં બનતા ચોરીના બનાવો અટકાવવા સુચનાના અનુસંધાને આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન ધ્રાંગધ્રાએ સઘન પેટ્રોલીંગ કરી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપી જે અનુસંધાને ડીવીઝન સ્કવોડના એએસઆઇ બાલજીભાઇ પરમાર તથા પો.હે.કો.ના અજીતસિંહ ડોડીયા તથા પો.કો.પંકજભાઇ વાઘેલા તથા પો.કો.મયુરભાઇ ચાવડા વગેરે માણસો ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન બાતમી મળેલ કે રાજુભાઇ નરશીભાઇ વિરમગામીયા જાતે દેવીપુજક રહે. વાલબાઇની જગ્યા પાસે ધ્રાંગધ્રાવારો તેની ચોરીની રીક્ષા લઇને તેના ભાઇઓને સાથે ટાવરોની બેટરીઓની ચોરી કરી વેચાણ કરવા અમદાવાદ તરફ જવાનો હોવાથી હળવદ રોડ પર આવેલ ફન પોઇન્ટ હોટલ પાસે વોચમાં હતા.

ફન પોઇન્ટના સામેના ભાગેથી એક પીળા કલરની હુડ વાળી ઓટો રીક્ષા આવતા જેને રોકાવી ઓટો રીક્ષામાં છ ઇસમો નામ ઠામ પુછતા ૧) રીક્ષા ડ્રાઇવર રાજુભાઇ નરશીભાઇ વિરમગામીયા (ર) નવઘણભાઇ પોપટભાઇ કુંઢીયા (૩) ચેતનભાઇ નાનુભાઇ કુંઢીયા (૪) કૈલાશ ચતુરભાઇ કુંઢીયા (પ) દિલીપભાઇ પોપટભાઇ કુંઢીયા (૬) કાંટીયા નરશીભાઇ વીરમગામીયા તમામ વાલબાઇની જગ્યા પાસે ધ્રાંગધ્રાવાળાઓ હોવાનુ જણાવતા તેમન રીક્ષામાં પડેલ કુલ પ્લાસ્ટીકના કોથળા ૬ નંગ જેમાં હરીપર ગામે આવેલ દિવાદાંડીના ટાવરની બેટરીઓની ચોરી તોડીફોડી વેચાણ કરવા જતા હોય ઓટો રીક્ષા બાબતે પુછતા આ ઓટો રીક્ષા અરૂણભાઇ વજુભાઇ વીરમગામીયા કંકાવટી તા.ધ્રાંગધ્રા હાલ રહે. ઠકકરનગર હાઇવે અમદાવાદ વાળા પાસેથી ખરીદેલ હોવાનુ જણાવેલ તેમજ તૂટેલ બેટરીઓ કિ.રૂ. ૩૫૦૦૦ ગણી તેમજ ઓટોરીક્ષા કિ.રૂ. ૧,૬૦,૦૦૦ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી તમામ આરોપીઓને સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. આગળની તપાસ તજવીજ કરવા સારૂ આરોપીઓને સોપવામાં આવેલ.

(11:28 am IST)