Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોડીનારના માલશ્રમ ગામની સગીરા ઉપર બળાત્કાર ગુજારી વિડીયો કલીપ વાઇરલ કરવાની ધમકી

કોડીનાર,તા.૨: તાલુકાના માલશ્રમ ગામની સગીરા ઉપર બળાત્કાર ગુજારી કોઈને કહીશ તો વિડીયો કલીપ વાઇરલ કરવાની ધમકી આપ્યાની ફરીયાદ સગીરાની માતાએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

સગીરાની માતા દિવ્યાબેન રાકેશગીરી ગૌસ્વામી એ નોંધાવેલી ફરીયાદ માં જણાવ્યા મુજબ માલશ્રમ ગામના હિતેષ કેશુ સોલંકીએ તેમની સગીર પુત્રી ઉપર એકાદ મહિના પહેલા બાવાના પીપળવા ગામના રસ્તે ખેતરમાં દુષ્કર્મ આચરી તેના મિત્ર પ્રકાશ સામત મોરાસીયા એ વિડીયો કલીપ ઉતારી લીધા બાદ ગત તા. ૨૧/૯ ના રોજ પણ સગીરાની એકલતાનો લાભ લઇ બાવડુ પકડી પડતર મકાનમાં દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહીશ તો વિડીયો કલીપ વાઇરલ કરવાની ધમકી આપતા સગીરાએ આ અંગે તેની માતાને જાણ કરતા તેમણે હિતેષ કેશુ સોલંકી અને વિડીયો કલીપ ઉતારી વાઇરલ કરનાર પ્રકાશ સામત મોરાસીયા વિરુદ્ઘ એકબીજા ને મદદગારી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે પોસ્કો મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:29 am IST)