Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભાયાવદરમાં જુગાર રમતા ૧૦ શખ્સો ૪ લાખની રોકડ સાથે ઝડપાયા

(ભરત દોશી દ્વારા)  ઉપલેટા : રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિઘ તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય સાગર બાગમારનાઓ દ્વારા  માર્ગદર્શનના અનુસંધાને એલસીબી શાખા રાજકોટ ગ્રામ્યના પી.આઈ. એ.આર.ગોહિલ પોલીસ સ્ટાફ સાથે જેતપુર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન  કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા તથા નિલેશભાઈ ડાંગરને રાહે મળેલી બાતમીના આધારે ભાયાવદર વિસ્તારમાં રેઈડ કરતા કરણસિંહ અજીતસિંહ ચુડાસમા  દરબાર (ઉવ.૨૨) રહે દરબારગઢ વિસ્તાર ભાયાવદર, કેયુરભાઈ કિશોરભાઈ ડઢાણીયા  પટેલ (ઉવ.૩૦) રહે હાઈસ્કૂલ મેદાન સામે ભાયાવદર, દીપકભાઈ રતિલાલભાઈ કાલરીયા  પટેલ (ઉવ.૫૩) રહે રોકડ શેરી ભાયાવદર, સુખદેવભાઈ ઘનશ્યામ ભાઈ સોલંકી જાતે બારોટ (ઉવ.૪૬)  રહે સ્વામિનારાયણ સોસાયટી ઉપલેટા, મહંમદ સિદીકભાઈ  પટ્ટા જાતે સંધી (ઉવ.૨૮) રહે હોળીધાર ભાયાવદર, કિશોરભાઈ નારણભાઈ કરમુર જાતે આહીર (ઉવ.૩૫) રહે કૈલાશ નગર કાળા નાળા પાસે ઉપલેટા, અલ્પેશ કરસનભાઈ સુવા જાતે આહીર (ઉવ.૨૯) રહે રાજમોતી નગર ઉપલેટા, ચીમનભાઈ નાથાભાઈ ચાવડીયા જાતે ભરવાડ (ઉવ.૩૫) રહે કલારીયા,હબીબભાઈ દિનમહમદ સંઘવાણી જાતે મીયાણા (ઉવ.૪૨) રહે મિયાણાવાસ કાદી વિસ્તાર ઉપલેટા, હિતેશભાઈ બચુભાઈ ભુંડીયા જાતે ભરવાડ (ઉવ.૨૮) રહે કલારીયાને પકડી પાડવામાં આવ્યા હતા. જયારે રવિરાજસિંહ અનોપસિંહ ચુડાસમા રહે સુખનાથ મહાદેવ મંદિર ભાયાવદર વાળાને અટક કરવાના બાકી છે. ઝડપાયેલ કુલ ૧૦ લોકો પાસેથી રોકડ રૂપીયા ૪,૦૬,૦૦૦/- મોબાઈલ ફોન નંગ ૮ કિંમત રૂપીયા ૭૦,૫૦૦/- સહિત કુલ કિંમત રૂપીયા ૪,૭૬,૫૦૦/- નો મુદામાલ ઝડપાયો હતો. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ રવીદેવભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી ,રહીમભાઈ દલ,કૌશિકભાઈ જોષી ડ્રાઇવર અમુભાઈ વીરડા સહિતના જોડાયા હતા.

(11:29 am IST)