Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મોરબીમાં જીએસટીના કર્મચારીઓ કોરોના કામગીરીમાં જોડાયા : કચેરીનું કામ ઠપ્પ : સિરામીક એશો.દ્વારા કલેકટરને રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.ર :   કોરોના કહેર મોરબી જીલ્લામાં પણ જોવા મળી રહ્યો છે અને જીએસટી વિભાગના કર્મચારીઓને પણ કોરોના અંગેની કામગીરી સોપવામાં આવી હોય જેથી જીએસટી કચેરીના કામકાજો સમયસર ના થઇ સકતા હોવાનું જણાવીને સિરામિક એસો દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ છે

 રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોના સર્વેની કામગીરીમાં જીએસટી કચેરીના વર્ગ ૩ ના સદ્યળા કર્મચારીઓને કામગીરી સોપેલ છે જેથી એક માસથી જીએસટી કચેરી બંધ જેવી છે વેપારીઓને જીએસટી ખાતા સાથે દ્યણી બધી કામગીરી હોય છે જેમ કે રીફંડ જીએસટી રજીસ્ટ્રેશન, આકારણી આવી રીફંડ અને જીએસટી રજીસ્ટ્રેશન ન મળવાને કારણે વેપારીઓ પરેશાન છે જીએસટી ખાતામાં રીફંડ લેવા જાય તો કચેરીના વડા જણાવે છે કે સદ્યળો સ્ટાફ કોરોના સર્વે કામગીરીમાં એક માસથી રોકાયેલ છે જેથી વેપારીઓની રજૂઆત અમારી પાસે આવતી હોય છે જેથી માંગ કરી છે કે જીએસટી વર્ગ ૩ ના કર્મચારીઓને રોટેશન અથવા ૫૦ ટકા સ્ટાફને જ કામગીરી સોપવામાં આવે અને બાકીના કર્મચારીને કામગીરીમાંથી મુકિત આપવામાં આવે જેથી વેપારી વર્ગને કોઈ તકલીફ ના પડે જેથી યોગ્ય કરવાની માંગ કરી છે

મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ, ૪૫૦ ખેડૂતોને ટોકન

 મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન શરુ કરાયું હતું જેથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તો આજે ૪૫૦ ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના ખેડૂતોનું રજીસ્ટ્રેશન શરુ કરાયું હતું અને ત્રણ તાલુકાના ખેડૂતો એકત્ર થતા સોશ્યલ ડીસટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો

ગેંગરેપની ઘટનાના દોષિતોને ફાંસી આપો

 ઉત્ત્।રપ્રદેશમાં વાલ્મીકી સમાજની દીકરી પર ગેંગરેપની દ્યટના બની છે જે બનાવ અંગે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવીને ગુનેગારોને ફાંસીની સજા આપવા માંગ કરવામાં આવી છે

વિરાટનગરથી કેનાલ સુધીના ૪.૨૧ કરોડના રોડનું ખાતમુહુર્ત

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સતત રજૂઆત અને જાહેમતને પગલે વિરાટનગર (રંગપર) થી કેનાલ સુધીનો આશરે ૩ કિમી લંબાઈનો સીસીરોડ ૪.૨૧ કરોડના ખર્ચે મંજુર કરાયો હોય જે રોડનું ખાતમુર્હત કરાયું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા હતા

વિરાટનગર રંગપરથી સીમાન્ટો સીરામીક એટલે કે કેનાલ સુધીનો સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની તાતી જરૂરિયાત હતી. જેથી કાંતિભાઇ અમૃતિયાએ જહેમત ઉઠાવી આ રોડ મંજુર કરાવેલ છે. સાત મીટર પહોળો અને ૨.૮૦૦ કિ.મી. લંબાઈનો આ સીસીરોડ ૪.૨૧ કરોડના ખર્ચે મંજુર થયેલ છે આ રોડ બનવાથી પ્રજાજનો ઉપરાંત ઉદ્યોગકારોને વિશેષ લાભ થશે. અત્યંત સાદા સમારોહમાં કાંતિભાઇ અમૃતિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી હતી 

વિસીપરામાં સસ્તા અનાજની દુકાન ચાલુ રાખવા માંગ

મોરબી શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ જયંતીભાઈ છગનભાઈએ મામલતદારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વિસીપરા વિસ્તારમાં સરકાર માન્ય દુકાન છેલ્લા ચાલીસ વર્ષથી નિયમિત ચાલે છે અને ગ્રાહકોને સંતોષ છે તાજેતામ્ર રેશનકાર્ડ અન્ય દુકાનદારને ફાળવેલ છે જેથી પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દુકાનમાં હાલ ૮૦૦ જેટલા રેશનકાર્ડ ધારકો છે જેની સંખ્યા પ્રમાણે ૩૬૪૦ થાય છે સરકારના નિયમ મુજબથી વધુ વસ્તી થાય છે છતાં કયાં કારણોસર કોઈ વિભાજન કરવામાં આવેલ છે અને દુકાનદારને લાભ અપાવવાનું સ્પષ્ટ દેખાય છે વિસ્તાર પછાત અને ગરીબોનો હોય જેઓ સરકારી રાશન ઉપર જીવતા હોય છે જેથી સસ્તા અનાજ દુકાન ચાલુ રાખવાની માંગ કરી છે અને ૧૫ દિવસમાં પ્રશ્નનો નિકાલ ના કરાય તો તમામ જનતા મામલતદાર ઓફિસે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(11:33 am IST)