Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ચાંદની પરમારને ઓલ મીડીયા કાઉન્સીલ દ્વારા યોજીત રાષ્ટ્રીય સમારોહ માટે નિમંત્રણ

સૌરાષ્ટ્રનું ગૌરવ વધારનાર સોરઠની સુંદરી

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા.૨ : તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સમારંભમાં બેસ્ટ પ્રોડ્યૂસર અને અભિનેત્રી તરીકે એવોર્ડ મેળવીને સોરઠ સુંદરી એવી ચાંદની પરમારે સૌરાષ્ટ્રને ગૌરવ અપાયેલ હોય ત્યારે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા મહિલા વિંગમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે નિમણુંક અપાતા ગુજરાત ને ગૌરવ અપાયેલ છે. અને આગામી નવેમ્બર માસમાં દુબઇ ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સન્માન સમારોહ માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા દ્વારા   આમંત્રણ પાઠવવામાં આવેલ છે. જયારે રાજયભરમાંથી તેમના ચાહકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહેલ છે.

સૌ કોઈની જાણીતી આ સોરઠ સુંદરી ચાંદની પરમારે યૂટ્યૂબ ચેનલ દ્વારા શ્રેણીબધ્ધ સામાજિક ફિલ્મોનું નિર્માણ કરીને પોતાનાજ અભિનયમાં લાખો ગુજરાતી દર્શકોના દિલ જીતનાર આ અભિનેત્રી એ સૌરાષ્ટ્ર અને છેલ્લે ગુજરાત રાજયને ગૌરવ અપાયેલ છે.

(11:41 am IST)