Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જુનાગઢ નજીકથી મધ્યપ્રદેશનો શખ્સ હાથ બનાવટની પિસ્ટલ સાથે ઝડપાયો

ફુટેલ કાર્ટીસ સહિત રૂ.ર૬ હજારનો મુદામાલ કબ્જે

જુનાગઢ તા.ર : જુનાગઢ નજીકથી ક્રાઇમબ્રાંચે મધ્યપ્રદેશના શખ્સને હાથ બનાવતી પિસ્ટલ સાથે ઝડપી લઇ ફુટેલ કાર્ટીસ સહિત રૂ. ર૬ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

ડીઆઇજી મનીદરસિંઘ પવાર અને એસટી રવિતેજા વાસમ  શેટીની સુચનાની ગત સાંજે જુનાગઢ ક્રાઇમબ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. ગોહિલ તથા પીએસઆઇ ડી.જી.બડવા વગેરે જુનાગઢ સાબલપુર પાસે ધોરાજી રોડ પર પેટ્રોલીંગમાં હતા.

ત્યારે મધ્યપ્રદેશના ઇશ્વરી ગામનો મુકેશ રામપ્રકાશ મનસુખ દુહારે (ઉ.વ.ર૯)  નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ તેની તલાશી લેતા તેની પાસેથી રૂ.રપ હજારની કિંમતની હાથ બનાવટી પિસ્ટલ અને ફુટેલ કાર્ટીસ મળી આવતા તેની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછપરછમાંં મુકેશ હથિયાર મધ્યપ્રદેશનો સતીમ જબર સાંગ દોહરે પાસેથી મેળવ્યું હોવાનું ખુલતા પી.આઇ. ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)