Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

અમરેલીમાં રપ ટકા ફી માફી પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીની ધરણા પહેલા અટકાયત

પોલીસ કોંગી કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી ઝપાઝપીમાં ધનાણીનો શર્ટ ફાટી ગયો

અમરેલીમાં આજરોજ શૈક્ષણીક ફીમાં રપ ટકાની મામુલી રાહત પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્ય વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પ્રતિક ઉપવાસની જાહેરાત કરેલ પરંતુ તેઓ ઉપવાસ ઉપર બેસે ત્યાર પહેલાજ પોલીસે તેની અટકાયત કરેલ તે પ્રસંગની તસ્વીર બીજી તસ્વીરમાં પોલીસ વાનમાં બેસતા ધારાસભ્ય પરેશ ધાનાણી નજરે પડે છે.(તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)(૬.૧૭)

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર : વૈશ્વિક કોરોના મહમારીને કારણે શાળાઓ બંધ રહેવા શાળા સંચાલક મંડળ વાલીઓ વચ્ચે સમજુતી ન સધાતા આખરે રાજય સરકારે નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશથી વાલીઓ માટે રપ ટકા ફીમાં રાહત જાહેર કરી હતી.

સરકારે જાહેર કરેલી રપ ટકા ફીની રાહત ઓછી હોવાથી વાલીઓ તેમજ કોંગ્રેસ દ્વારા ફી માફી સામે વિરોધ પ્રતિક ધરણાના કાર્યક્રમો યોજાયા હતા.

આજે સવારે અમરેલીમાં સરકારના ફી માફીનો નિર્ણય સામે નારાજગી વ્યકત કરી ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ધારાસભ્ય પરેશ ધાનાણી પ્રતિક ઉપવાસ પર બેસે ત્યાર પહેલા પોલીસ પરેશ ધાનાણીની અટકાયત કરતા કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતા ઉપરાંત એક તબ્બકે ઝપાઝપી થતા આ ઝપાઝપીમાં ધારાસભ્ય પરેશ ધાનાણીનો શર્ટ ફાટી ગયાનું પણ જાણવા મળેલ છે.

ધારાસભ્ય ધાનાણીની ધરપકડ કરી પોલીસ સ્ટેશને લઇ જવાતા પોલીસની ગાડી રોકવાનો પણ કોંગ્રેસ કાર્યકરોએ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નહોતા.

દરમિયાન પ્રતિક ઉપવાસનો પ્રારંભ થાય ત્યાર પહેલાજ પોલીસે ઉપવાસ સ્થળ પરથી ધાનાણીને અટક કરી લેતા ધારાસભ્યને આ તકે કોઇ પ્રત્યાઘાત આપવાનો પણ મોકો મળી શકેલ નહોતો.

(12:55 pm IST)