Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જાફરાબાદ ગાર્ડન સર્કલ, મેરેજ હોલના કામનું જાફરાબાદમાં પૂર્વ ધારાસભ્ય સોલંકીના હસ્તે ખાતમુહુર્ત

આધાર કાર્ડની કામગીરી માટે કેન્દ્ર મંજુર

(શિવરાજગોર) રાજુલા,તા.૨ : ફરાબાદ શહેર ના વિકાસ વધુ એક સિધ્ધિ ઉમેરવામાં આવી છે શહેરનો વિકાસ એજ લક્ષ સાથે પ્રમુખ શ્રીમતી કોમલબેન સરમણભાઇ બારૈયા આગળ વધી રહ્યા છે જેમા નગરપાલિકા બગીચા પાસેના ત્રીકોણ સર્કલ પાસે શહેરના લોકો ને એકજ સ્થળે ખાણીપીણી મળી રહે તે હેતુથી (નાસ્તા ગાર્ડન)નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું સાથે સર્વ સમાજને ઉપયોગી ટાઉન હોલમાં જગ્યા ની ઉણપ હોય તેથી લગ્ન ને અનુરૂપ  મેરેજ હોલ  બનાવવામાં આવશે તેનુ ખાત મુહર્ત પણ આજરોજ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને કોળી સમાજ ગુજરાત ના પ્રમુખ હિરાભાઇ સોલંકી સાથે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કોમલબેન સરમણભાઇ બારૈયા , કોળી સમાજ ના પટેલ સરમણભાઇ બારૈયા,પાલાભાઇ પટેલ, ચંદુભાઈ પટેલ, પ્રવિણભાઇ પટેલ, ખારવા સમાજના આગેવાન ભગુભાઈ સોલંકી , નગરપાલિકા ચેરમેન નારણભાઈ બાંભણિયા, બોટ એ. પ્રમુખ કનૈયાલાલ, મુસ્લિમ સમાજના આગેવાનો અદુભાઇ, ઉપપ્રમુખ કબિરભાઇ,ભાડેલા સમાજ ના સિદુભાઈ ,આરૂનભાઇ , વેપારી મંડળ ના હર્ષદ દાદા, જયેશભાઈ, અશોકભાઈ,કનાભાઈ નગરપાલિકા સદસ્યઓ હમિરભાઇ સોલંકી, કમલેશભાઇ, દિલીપભાઈ,પાંચા પટેલ,વિનાભાઇ, સંજયભાઈ મહિલા આગેવાન નાનીબેન,હસિના બેનસાથે સર્વ સમાજ ના આગેવાનો, નગરપાલિકા ના સદસ્યો સાથે ચિફ ઓફિસર ચારૂ બેન મોરી,સિવિલ ડિપાર્ટમેન્ટના મકવાણા   ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.

આધાર કેન્દ્ર મંજુર

જાફરાબાદ તાલુકામાં ગ્રામજનો તેમજ; સાગર ખેડૂતને આધારકાર્ડની કામગીરીમાં મુશ્કેલી પડતી હોવાથી પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીના કાને વાત આવતા ધારાસભ્ય સોલંકીએ આ બાબત રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરતા તુરંત જ મુખ્યમંત્રીએ જાફરાબાદ તાલુકામાં આધારકાર્ડની કામગીરી માટે કેન્દ્ર ચાલુ કરવા સુચના આપતા ટુંક સમયમાં જાફરાબાદ તાલુકામાં આધારકાર્ડની કામગીરી ચાલુ થશે.

(12:57 pm IST)