Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

વિસાવદરની ચોરીનો ફરાર આરોપી ૧૫ વર્ષે જામકંડોરણા પંથકમાંથી પકડાઇ ગયો

જુનાગઢ, તા.૨: પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓએ  ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનારને શોધી કાઢવા તેમજ ગુન્હા ના કામે નાસતા ફરતા આરોપીને પકડવા જણાવેલ હોય જે અન્વયે ર્ંજૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીદર પવારસિહ તથા રવીતેજા વાસમસેટી પોલીસ અધિક્ષક જૂનાગઢ ર્ં નાઓએ ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગ બનનાર તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા ખાસ સ્પેશિયલ સ્કોડ બનાવેલ હોય તેમજ જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ર્ંઆર.કે.ગોહિલ ક્રાઈમ બ્રાર્ન્ચં ર્ં પો.ઈન્સ જૂનાગઢ ર્ં નાઓના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ.ર્ં પી.જે.બોદર .તથા પો.હેડ કોન્સ. પ્રદીપભાઈ ગોહેલ તથા પો.હેડ કોન્સ. રમેશભાઈ માલમ તથા પો.કોન્સ સંજયભાઈ વઘેરાં ,પો.કોન્સ સંજયભાઈ ખોડભાયા એ રીતે નાઓની ટીમ દ્રારા ર્ંવીસાવદર પો.સ્ટે. ગુ.ર.ન. ફસ્ટ .નં.૪૬/૨૦૦૬ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦ર્ં મુજબના ગુન્હામાં છેલ્લા ૧૫ વર્ષ થી નાસતા ફરતા આરોપી વાલજી ઊર્ફે વાદ્યેસ ભુરા સોલંકી ઉ.વ.૩૮ રે.મુળ જોરવાળાં તા.રાધનપુર જી.પાટણ હાલ નાના ભાદરા તા.જામકંડોરણા જી.રાજકોટ વાળો વીસાવદર તાલુકા ના હાજાપીપળીયા ગામે આજથી ૧૫ વર્ષ પહેલાં વર્ષ ૨૦૦૬મા ઘરફોડ ચોરી કરી નાસી ગયેલ હતો.

પેરોલ ફર્લોસ્કોડ ના પો.હેડ કોન્સ રમેશભાઈ માલમ ને બાતમી રાહે હકીકત મળેલ કે આ ઇસમ જામ કંડોરણા તાબે ના નાના ભાદરા ગામે મજેઠીયા શેરી મા પોતે મકાન બનાવી વર્ષોથી થી રહે છે અને રેતી નુ ડંમ્પર ચલાવે છે તેવી હકીકત મળતા સદરહુ ગામે વોચ તપાસ કરતા અને તેના રહેણાક મકાને આરોપી મળી આવતા અને તેમને પુછપરછ કરતા પોતે હાજા પીપળીયા ગામે સદર ચોરી કરેલા નુ જણાવતો હોય.જેથી મજકુર ઇસમ ને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ વીસાવદર પોલીસ સ્ટેશને સોપવામાંઆવેલ છે.

(12:58 pm IST)