Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મોરબીમાં બાયોડીઝલના ત્રણ પંપમાંથી ૧૯.૬૫ લાખનો મુદામાલ જપ્ત

મોરબી,તા.૨ : મોરબી જીલ્લામાં એનઓસી વગર બાયો ડીઝલનું વેચાણ કરવામાં આવતું હોય જે ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવાના હેતુથી આજે જીલ્લા પુરવઠા અધિકારી એસ પી પટેલની સુચનાથી નાયબ મામલતદાર પાલીયા સહિતની ટીમે બાયો ડીઝલનું વેચાણ કરતા હોય તેવા સંભવિત ૨૩ પંપ પર ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ત્રણ પંપ પરથી બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેમાં રંગપર નજીક આવેલ સુધા ઓર્ગેનિક ઓઈલમાંથી ૧૨.૯૧ લાખ, વાંકાનેરના મહાવીર બાયો ડીઝલમાંથી ૩.૮૭ લાખ અને ભલગામ નજીક ગુજરાત બાયો ડીઝલમાંથી ૨.૮૭ લાખનો જથ્થો સીઝ કર્યો હતો અને કુલ ૧૯.૬૫ લાખની કિમતનો મુદામાલ સીઝ કરાયો છે

 તે ઉપરાંત વાંકાનેરના મહાવીર બાયો ડીઝલમાં નોઝલ અને ડીસ્પેચ યુનિટ તેમજ અન્ય બે પંપમાં ટાંકા હાલ સીલ મારી દેવાયા છે અને પુરવઠા વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:59 pm IST)