Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

મોરબીના લાલપર નજીક ટ્રકને ખેંચી જતી ક્રેન સાથે અન્ય ટ્રક અથડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨: મોરબી વાંકાનેર હાઈવે અકસ્માત માટે કુખ્યાત બની ગયો છે તાજેતરમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી છે તો તાજેતરમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ક્રેન એક ટ્રકને ખેંચી જતી હોય ત્યારે અન્ય ટ્રક ક્રેન સાથે અથડાયો હતો.

મોરબીના લાલપર નજીકથી એક ક્રેન ટ્રકને ખેંચી જતી હોય ત્યારે અહીંથી પસાર થતા અન્ય ટ્રક ચાલકે અકસ્માત સજર્યો હતો અને ક્રેન સાથે ટ્રક અથડાયો હતો જે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની ગતિ થંભી ગઈ હતી.

કોર્ટે મેરેજનો ખાર રાખીને યુવાનને મરી જવા દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો

મોરબીના વિસીપરા શાંતિવન સોસાયટીના રહેવાસી અમરશીભાઈ નાજાભાઈ પરમાર (ઉ.વ.૬૧) પોલીસે ફિરયાદ નોંધાવી છે કે આરોપી કિશોર ગોવિંદ મકવાણાની દીકરી રવિનાબેન સાથે ફરિયાદીના મોટાબાપુના દીકરા ભાઈ જગદીશ પરમારના દીકરા નીતિન સાથે ભાગી જઈને કોર્ટ મેરેજ કર્યા હોય જેનું મનદુઃખ રાખીને આરોપી દીપક ગોવિંદ મકવાણા અને કિશોર ગોવિંદ મકવાણા રહે બંને વિસીપરા વાળાએ ફરિયાદીના દીકરા જીતેશને ફોન પર મારી નાખવાની ધમકી આપી તેમજ બંને આરોપી ફરિયાદીના દ્યર પાસે આવી દરવાજા પર પાટા મારી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી અને પરિવારજનોને ઘર છોડી જતા રહેવા વારંવાર ધમકીઓ આપી હોય અને ફરિયાદીના દીકરા જીતેશને ત્રાસ આપી મરી જવા મજબુર થવા દુષ્પ્રેરણા કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

માર માર્યાની ફરિયાદ

લીલાપર રોડ પર રહેતા જશુબેન ગોવિંદભાઈ રબારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે અને તેનો દીકરો બંને લીલાપર ચોકડીએ લાકડાના બળતણનું વેચાણ કરતા હોય ત્યારે કાર અને જીસીબી લઈને આરોપી પ્રભુ બોરીચા, વિક્રમ બોરીચા, હરી બોરીચા, રમેશ ગરચર, વિજય બોરીચા અને જીસીબી ચાલક રહે બધા મોરબી વાળાએ આવી જીસીબી લાકડાના ઢગલામાં ચડાવી દેતા નુકશાન કર્યું હતું અને આ પ્લોટ અમારો છે ખાલી કરી જતા રહેજો કહીને ધમકી આપી હતી અને તલવાર ધોકા વડે દીકરાને માર મારી ઈજા કરી હતી.

જમીન પ્લોટ મામલે ધમકી

જેલ ચોક પાસે રહેતા રમેશભાઈ જીવણભાઈ રાઠોડ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના અને અન્યના મળીને કુલ ૩ પ્લોટ લીલાપર ચોકડી પાસે આવેલ હોય જેનો હાલ કબજો આરોપીઓ પાસે હોય અને પ્લોટમાં બાંધકામ માટે ખાડા ખોદતા હોય જેથી ખાડા નહિ ખોદવા કહેતા આરોપી જશું ગોવિંદ રબારી, ગોવિંદ રબારીનો દીકરો અને ગોવિંદ રબારી રહે બધા લીલાપર રોડ મોરબી વાળાએ ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કરી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ તાલુકા પીએસઆઈ એ એ જાડેજા ચલાવી રહયા છે.

માળિયાના કાજરડા નજીકથી ઇકો ગાડીમાંથી દેશી દારૂ ઝડપાયો

માળિયાના કાજરડા જવાના રસ્તે ભોળી વાંઢ વિસ્તારમાં રહેતા સુભાન નુરમહમદ મિયાણાના મકાન પાસે તેની ઇકો કાર જીજે ૦૭ બીબી ૮૫૯૯ માં દેશી દારૂ હોય જે બાતમીને આધારે માળિયા પોલીસે દરોડો કર્યો હતો અને ઇકો કારમાંથી દેશી દારૂ લીટર ૧૯૫ કીમત રૂ ૩૯૦૦ નો મુદામાલ મળી આવતા ઇકો કાર અને દારૂ સહીત ૧,૦૩,૯૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(1:00 pm IST)