Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભુજના સુખપર ગામે સગીર દિકરીએ પ્રેમી સાથે મળી માતાને મોતને ઘાટ ઉતારી : પુત્રીએ પ્રેમી અને પ્રેમીના મિત્ર સાથે દાતરડા, છરી વડે જનેતાનું ગળું કાપી નાખ્યું, મોબાઈલ ફોને ઉકેલ્યો ભેદ

તસવીરમાં મૃતક મહિલા નો ફાઈલ ફોટો તથા બંને આરોપીઓ નજરે પડે છે.

(ભુજ) ભુજના સુખપર ગામે બે દિવસ  પહેલાં વિજ્યાબેન પ્રવિણ ભુડિયાની પોતાના ઘરમાં ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. 

 ચકચાર સર્જનાર આ હત્યા પ્રકરણમાં મૃતકની સગીરવયની સગી દિકરીની સંડોવણીએ ચક્ચાર સાથે આઘાતની લાગણી સર્જી છે. માનકુવા પોલીસ અને એલસીબી દ્વારા ઉકેલાયેલા આ હત્યાના ભેદ વિશે ભુજ વિભાગના ડીવાયએસપી જે.એન. પંચાલે માહિતી આપી હતી. 

 પોલીસે મોબાઈલ ફોન અને ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ઉકેલેલા આ ભેદમાં સગીરવયની દિકરી ઉપરાંત તેના પ્રેમી સોનુ ઉર્ફે સુનિલ કિશોર જોશી, તેના મિત્ર આનંદ જગદીશ સુથારની સંડોવણી હોવાનું જણાવ્યું હતું. 

 પોલીસે સુનિલ અને આનંદ બન્નેની ધરપકડ કરી છે. જ્યારે સગીર વયની દિકરી સામે કાયદાની જોગવાઇ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે. દાંતરડા, છરી અને પાવડાનો હત્યામાં ઉપયોગ કરાયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:13 pm IST)