Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ભાણવડના રેંટા કાલાવડમાં વિજય સરઘસમાં પોલીસની હાજરીમાં જ આજ તો તને ઢાળી જ દેવો છે કહી યુવકને ધમકી

વિજેતા ઉમેદવારના પતિએ ખપાળી ઉગામી, વિડીયો વાયરલ, ચાર શખ્સો સામે નોંધાતો ગુનોઃ અગાઉના ચાલતા મનદુઃખમાં ડખ્ખો થયાનું કારણભુત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩ :  રેંટાકાલાવડ ગામે રહેતા રામશીભાઇ અરજણભાઇ કારાવદરા (ઉ.વ.૩પ) નામના મહેર યુવાને ભાણવડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જિલ્લા પંચાયતના પુર્વ આરોગ્ય ચેરમેન અને કોંગ્રેસના જિ.પં.સીટના મહિલા ઉમેદવારના પતિ રામશી ગોવાભાઇ મારૂ, દિનેશભાઇ મારૂ, જીગર રમેશભાઇ મારૂ તથા દિલા ભોજા પાથરના નામ આપ્યા છે.

ફરીયાદમાં જણાવ્યુ઼ છે કે આરોપીઓએ પોતાની વાડીમાં ધોવાણ અટકાવવા માટે પાણીના કાઢીયા બાબતે છેલ્લા ત્રણ વર્ષથી રેવન્યુ મેટર ચાલતી હોય  જેનો નિકાલ આજદીન સુધી આવેલ ન હોય આ કેસ હાઇકોર્ટમાં ફરીયાદી રામશીભાઇ કરાવદરાએ દાખલ કરાવેલ હોવાથી તેનું મનદુઃખ બંન્ને પક્ષો વચ્ચે ચાલતુ હોવાથી  ગઇકાલે રામશી મારૂના ચુંટણી વિજય સરઘસમાં ફરીયાદી રામશી કારવદરા નિકળતાં આરોપીઓએ એક સ઼પ થઇ ખપાળી તથા ધોકાઓ લઇ હુમલો કરતા હાજર પોલીસ સ્ટાફે દુર ખસેડયા હતા. જેમાં રામશી મારૂએ હાથમાં ખપારી લઇ આવી આજે તો તને ઢાળી જ દેવો છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભાણવડ પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:41 pm IST)