Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કેશોદમાં જીલ્લા તાલુકા પંચાયત અને પાલિકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાવતા કાર્યકરોમાં ખુશીનો માહોલ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૩ : જુનાગઢ જીલ્લા પંચાયત  તથા કેશોદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો છે. ત્‍યારે વાત કરીએ જુનાગઢ જિલ્લા ના કેશોદ માં નગરપાલિકાના નવ વોડૅ અને ૩૬ ઉમેદવાર માટે ચુંટણી યોજાયેલી જેનું પરિણામ  જાહેર થતાં ૩૬ માંથી ૩૦ બેઠકો ભાજપ અને માત્ર ૬ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે તેવીજ રીતે તાલુકા પંચાયત કેશોદ ની ૧૮ બેઠકો માંથી ભાજપનો ૧૧ બેઠકો ઉપર વિજય થયેલછે.  કેશોદ વિસ્‍તારની જીલ્લા પંચાયતની ચાર બેઠકોમાંથી બાલાગામ અને મેસવાણ સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય થયોછે.  અગતરાય અને અજાબ સીટ પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે.

 કેશોદ નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપે સ્‍પષ્ટ બહુમતી મેળવી લીધી હોવાથી ભાજપ ટુંક સમયમાં પોતાની સાશન ધુરા સંભાળશે. ભાજપની જીતથી ભાજપ કાયૅકરોમાં આનંદ, ઉત્‍સાહ સાથે કેસરીયો માહોલ જોવા મળેલ છે.

(1:48 pm IST)