Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

બોટાદ જિલ્લામાં છેડતીના ગુન્હામાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં છેડતીના ગુન્હામાં છ વર્ષથી આરોપી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ મથકમાં છેડતીના ગુન્હામાં નાસતો ફરતો ઇસમ કમલેશ ઉર્ફે રજુ માધુભાઈ કાવીઠીયા (ઉ.વ.૨૭) વાળો હાલ રંગપર જેતપર રોડ પાવાલીયારી કેનાલ પર ઝુપડામાં રહેતો હોય જે બાતમીને પગલે મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને સોપીને બરવાળા પોલીસ મથકને જાણ કરાઈ છે.

(11:23 am IST)