Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં મગફળી-કપાસની ભારે આવકઃ વાહનોની ૧ કિ.મી.લાં...બી લાઇનો

જામજોધપુર, તા.૩: પૂર્વ મંત્રી ચિમનભાઇ સાપરીયા દ્વારા સતત જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ખેડુત તથા વેપારીઓની સુવિધા વિકસાવવાના થઇ રહેલા પ્રયાસોથી વિવિધ પંથકમાંથી થઇ રહેલ જણસીની યાર્ડમાં આવક જામ.જોધપુર માર્કેટીંગ યાર્ડમાં મગફળી તેમજ કપાસની  હાલ ધૂમ આવક થઇ રહી છે.

મગફળી વહેંચવા માટે ૧ કિલોમીટર સુધી વાહનોની લાઇન લાગી રહી છે. ગઇકાલે ૧૨ કલાકમાં ૬૦ હજાર ગુણી મગફળીની આવક થવા પામેલ છે તેમજ કપાસની પણ ધુમ આવક થ રહી છે કપાસ અને મગફળી બંનેના ભાવ ખેડુતોને મણના ૧૧૦૦ થી ૧૨૦૦ જેટલા સારા એવા ભાવ મળી રહ્યા છે.

યાર્ડના પ્રુમખ દેવાભાઇ પરમાર અને પાડે ડિરેકટરોની આખી પેનલ દ્વારા તથા યાર્ડના તમામ કર્મચારી દ્વારા મગફળી કપાસ જણસી વહેંચવા આવતા વાહનો અને ખેડુતોને કોઇ મુશ્કેલી કે અગવડતા ઉભી ન થાય તેવા પ્રયાસો સંકલન કરી સુચારૂ વ્યવસ્થા ઉભી કરવા સતત કરી રહ્યા છે.

(11:23 am IST)