Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ધ્રોલના માવાપર ગામે ૮ વર્ષ પહેલા વૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવનાર આદિવાસી ઉપલેટાના અરણીથી ઝડપાયો

જામનગર,તા. ૪: ધ્રોલ તાલુકાના માવાપર ગામે આંઠેક વર્ષ પહેલા વાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધને મોડી રાત્રીના આદીવાસી ગેન્ગના આશરે બારેક જેટલા લુટારૂએ સાથે મળી ધોકા વડે મારામારી મૃત્યુ નિપજાવી રહેણાક મકાનમાં ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મોબાઇલ મળી કિ.રૂ. આશરે ૬૧,૦૦૦ની ચોરી કરી નાશી ગયેલ જે મર્ડરનો ગુનો ડીટેકટ થયેલ જે પૈકીના આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી લેવાયો છે.

જીલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાલીની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ.કોન્સ. કાસમભાઇ બ્લોચ, સલીમભાઇ નોયડા તથા મેહુલભાઇ ગઢવી બાતમી આધારે હકીકત મળેલ કે ધ્રોલ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૨/૧૨ ઇપીકો કલમ ૩૦૨,૪૬૦, ૩૮૦, ૧૨૦ બી તથા જી.પી.એકટ ૧૩૫ (૧) વિગેરે મુજબના ગુનામાં નાસતા-ફરતો આરોપી ગુરસિંગ સુમલાભાઇ કટારા ઉર્ફે ગોરસિંગ કટારા આદીવાસી ઉવ.૨૯ રહે. રૂહાટ ફળીયુ કંજેટા પાનમ તા.ધાનપુર જી.દાહોદ વાળો હાલો ઉપલેટા તાલુકાના અરણી ગામે જીતુભાઇ ભાયાવદર વાળાની વાડીમાં ખેત મજુરી કરતા હોય પકડી પાડી ધ્રોલ પો. સ્ટે. સોપી આપેલ છે.

આ કામગીરીમાં તથા એ.એસ.આઇ હંસરાજભાઇ પટેલ, ચંદ્રસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા તથા રણજીતસિંહ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા નિર્મલસિંહ એસ. જાડેજા (એલ.સી.બી)એ કરેલ છે.

(12:56 pm IST)