Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જુનાગઢમાં પાન-માવો ઉધારમાં માંગીને છરીથી હુમલો કરી રૂ.૧પ૦૦ની લૂંટ

(વિનુ જોશી) જુનાગઢ તા.૪ :  જુનાગઢમાં સરદારબાગ પાછળ આવેલ મેમણ કોલોનીમાં રહેતા અને પાન-બીડીની દુકાન ધરાવતા મોઇન મુસ્તાકભાઇ કમ્પરા (ઉ.વ.રર)ની દુકાને સબીર ઉર્ફે ગભરૂ સુલેમાન હાલા નામનો પાન-માવો ઉધારીમાં લેતો હતો.

ગઇકાલે આ ઇસમે સોડા પીવા આવેલ બુખારી મોઇન પૈસા માંગતા 'મારી પાસે પૈસા કેમ માંગેશ' તેમ કહી  સબીરને છરી ઝીંકી દીધી હતી.

આ દરમિયાન યુવાનના પિતા મુસ્તાકભાઇ વચ્ચે પડતા તેને પણ છરી મારી દઇ દુકાનના ગલામાંથી રૂ.૧પ૦૦ની લુંટ ચલાવીને નાસી ગયો હતો.

બનાવની ફરિયાદ લઇ સી ડીવીઝનના પીએસઆઇ ડાંગર તપાસ ચલાવી રહયા છે.

(1:01 pm IST)