Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ટંકારાના ગ્રામ્ય પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર અને મદદગારી કરનાર ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી - ટંકારા તા. ૪ : ટંકારાના ગ્રામ્ય પંથકમાં સગીરા સ્મશાન નજીક પાણી ભરવા ગઈ હોય ત્યારે ગામના બે નરાધમોની અંદરના હેવાન જાગ્યા હતા અને એકલતાનો લાભ લઈને સગીરાની મરજી વિરુદ્ઘ દુષ્કર્મ આચર્યું હતું જે બનાવ અંગે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

જેમાં એક ઇસમે દુષ્કર્મ આચર્યું હોય જયારે અન્ય ઇસમેં મદદગારી કરી હોવાની ફરિયાદ બાદ ટંકારા પોલીસ હરકતમાં આવી હતી બનાવને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ આદરી હતી અને દુષ્કર્મ આચરનાર આરોપી ધર્મેશ જાદવભાઈ ભાગિયા અને મદદગારી કરનાર આરોપી મનોજ હેમંતભાઈ ગોસરા એ બંને ઇસમોને પોલીસે દબોચી લીધા છે અને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(10:28 am IST)