Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

મોરબી : મહેન્દ્રનગર ગામે ઘરે પડી જતા મહિલાનું સારવાર દરમિયાન મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ઉષાબેન રાકેશભાઈ નિમાવત (ઉ.વ.૪૦) નામની મહિલા તા. ૨૯-૧૧ ના રોજ ઘરે પડી જતા માથાના ભાગે ઈજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમીયાન મહિલાનું મોત થયું છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાલિકા પ્લોટમાં થયેલી માથાકુટનો આરોપી ઝડપાયો

મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલ શિવ સોસાયટીમાં રહેતા મહિલાએ હિન્દીભાષી યુવાનને મકાન ભાડે આપ્યું હતું જે મામલે માથાકૂટ થઈ હતી જેમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરીફ ગુલામ મીર રહે. કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ વાળાએ સિદ્દીક ઈસ્માઈલ ચાનીયા, આઝાદ સિદીક ચાનિયા, સાહીલ સિદિક ચાનિયા અને સિદિકના બનેવી રહીમભાઈ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી જે મારામારીના બનાવની ફરિયાદ બાદ પોલીસે સિદ્દીક ઈસ્માઈલ ચાનીયા રહે નર્મદા હોલની સામે કાલિકા પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે.

(11:27 am IST)