Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જસદણ પંથકમાં આરડીસી બેન્કના કર્મચારીએ પ્રમાણિકતા દાખવી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૪ : રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકની પીપરડી શાખાના લોકર ધારક શ્રી અશ્વિનભાઇ સાંકળીયા પોતાનું લોકર ખોલતી વખતે રૂ. પ૦૦૦૦ની થેલી બેંકના લોકર રૂમમાં ભૂલથી ભૂલી ગયેલ ત્યાર બાદ શાખાના કર્મચારી આર.એન. કથીરીયા લોકર ઓપરેટ કરવા જતા તે રકમ ભરેલી થેલી નજરમાં આવેલ અને તેની જાણ શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી આર.કે. વીરજાને કરેલ ત્યાર બાદ લોક ખોલવા આવેલ લોકર ધારકોની ખરાઇ કરતા તે થેલી  લોકર ધારક શ્રી અશ્વિનભાઇ સાંકળીયાની હોવાનું માલૂમ પડેલ અને તે રકમ પરત કરી રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના પ્રમાણિક કર્મચારી તરીકેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ હતું.

(11:27 am IST)
  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST

  • ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી : બપોરે 1-45 કલાક સુધીની મત ગણતરી મુજબ TRS 62 બેઠકો ઉપર આગળ : AIMIM 31 સીટ ઉપર તથા BJP 22 સીટ ઉપર આગળ : કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ access_time 2:07 pm IST

  • ખેડૂત આંદોલને જોર પકડ્યું : આવતીકાલ શનિવારે મોદીનું પૂતળું બાળશું : રસ્તાઓ ઉપર ચક્કાજામ વધારી દઈશું : જો અમારી માંગણી નહીં સંતોષાય તો 8 તારીખે ભારત બંધ access_time 7:18 pm IST