Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જૂનાગઢ ખાતે કોવિડ-૧૯ ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ

કોરોના વેકસીનની જિલ્લા સ્તરે આગોતરી તૈયારીઓ શરૂ

જૂનાગઢ તા.૪: કોરોના વૈશ્વિક મહામારીમાં પુખ્ત વયના લોકો માટે સૌથી મોટા કોરોના વેકસીન અભિયાનનો પડકાર ઉભો થયો છે. આ પડકારને પહોંચી વળવા રાજય સરકારની સૂચના તેમજ કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ રસી આપવા છેક નિચેના સ્તરે આગોતરૂ આયોજન આવશ્યક છે. જેના ભાગરૂપે જૂનાગઢ ખાતે કોવિડ-૧૯ ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઇ કરમટા, મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, ડો.ભાયા, ડો.ડેડાણીયા, ડો.સોલંકી, ડો.વ્યાસ ઉપરાંત જિલ્લાની સંલગ્ન કચેરીના અધિકારીઓ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ સૌ પ્રથમ હેલ્થ વર્કર, ડોકટરો સરકારી તેમજ ખાનગી પ્રેકટીશનરો ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કર તેમાં આર્મી, પોલીસ, હોમગાર્ડ તેમજ ૫૦ વર્ષના ઉપરના લોકોને કોરોના વેકસીન આપવાનું આયોજન છે. આ આયોજનના અમલીકરણ માટે ટ્રેઇની સ્ટાફ, કોલ્ડ ચેઇનની જાળવણી, હયાત માળખાગત સુવિધા તેમા વધારો કરવો, ડેટાબેઝ તૈયાર કરવા જિલ્લા કલેકટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડબલ્યુએચઓના પ્રતિનિધિ ડો.વિનયકુમારે આવા પાવર પોઇન્ટ પ્રેજન્ટેશનના માધ્યમથી જૂનાગઢ જિલ્લામાં સલામત રીતે વેકસીનેશન કામગીરી નોડલ ઓફિસરોની નિમણૂંક, સોશ્યલ મીડીયા કે અન્ય રીતે રસી વિશે ફેલાવાતી અફવાઓ સામે કાર્યવાહી ક્રાઉડ મેનેજમેન્ટ, દરેક ગ્રામ્ય સ્તરે વેકસીન અંગે જાગૃતિ ઉપરાંત તાલુકા લેવલે બેઠકો કરી કોરોના વેકસીનની અસરકારક કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

વેકસીન મેનેજમેન્ટ સિસ્ટમ મોટો પડકાર

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મંજુર થયેલ રસી કોને અપાઇ ગઇ છે. નિયત કરેલા માપદંડો મુજબ કોને આપવાની બાકી છે. કયા એરીયામાં કેટલા ડોઝ આપવા, કોલ્ડ ચેઇન જાળવવી તેમજ ટ્રેઇની સ્ટાફ આ બધા પડકારો છે તેને પહોંચી વળવા બેઠકોનો દોર શરૂ થયો છે. જૂનાગઢ જિલ્લામાં દર સોમવારે આ અંગે બેઠક રાખવાનું આયોજન કર્યુ છે.

ભારતમાં બી.સી.જી, ડી.પી.ટી અને એમ.એમ.આર રસી સફળતાપૂર્વક આપવામાં આવી રહી છે. આપણે આ રસીના માધ્યમથી પોલીયો સહિતના રોગ નાબુદ કરી શકયા છીએ. આ રસીમાં મોટા ભાગે બાળકોને આપવામાં આવે છે. જયારે કોરોના વેકસીન પુખ્તવયના લોકો માટે પણ છે.

(11:28 am IST)
  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST