Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કેશોદ, ગળોદર, ઝડકામાંથી બાયોડીઝલ કબ્જે

જુનાગઢ પોલીસ દ્વારા ગેરકાયદેસર વેચાણ સામે દરોડા

જુનાગઢ, તા.૪:  રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપ સિંહ પવારની સુચના મુજબ જુનાગઢ રેન્જમાં ગે.કા. બાયોડિઝલ/એલ.ડી.ઓનું વેચાણ-સંગ્રહ થતું અટકાવવા તેમજ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અંતર્ગત રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇ.કે.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એસ.જી.ચાવડા પોલીસ સ્ટાફ સાથે જુનાગઢ રેન્જ, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા કેશોદ ખાતે પહોંચતા પો.સ.ઇ.એસ.જી.ચાવડા તથા પો.કો. ભૂપતસિંહ ડોલરસિંહ સિસોદિયાનાઓને હકીકત મળેલ કે, કેશોદના ખમીદાણા ગામની બેરણ સીમ વિસ્તારમાં વિરમ દેવાયત બારિયાની જમીન માલિકીમાં પરષોત્ત કરશન બારિયા તથા વિરમ દેવાયત બારિયા રહે. ખમીદાણા વાળા ઈસમો બન્ને એકબીજાની મદદગારીથી ગેરકાયદેસર રીતે મંજુરી વગર બાયો ડીઝલ/એલ.ડી.ઓ.નું વેચાણ કરે છે અને હાલ પ્રવુતિ ચાલુ છે. તેવી હકીકત મળતા સદર હકીકત વાળી જગ્યાએ જૂનાગઢ કેશોદ મામલતદાર તથા તેઓની ટીમ સાથે રાખી રેઇડ કરી કેશોદ મામલતદારશ્રી દ્વારા સદર ઉપરોકત બાયો ડિઝલ/એલ.ડી.ઓ સંગ્રહ-વેંચાણને ગે.કા. ઠેરવવામાં આવેલ.

ઉપરોકત રેઇડ દરમ્યાન સદરહુ જગ્યાએથી કુલ આ. ૧૧,૦૦૦ લી બાયોડિઝલ/એલ.ડી.ઓની કિ. રૂ. ૬,૬૦,૦૦૦/- ગણી તથા લુઝ ઓઇલ આ. ૬૦ લી.ની કિંમત રૂ.૧૫,૦૦૦/- ગણી તથા અન્ય સાધન સામગ્રી એમ કુલ રૂ.૬,૭૫,૦૦૦/-નો મુદ્દામાલ સીઝ/સ્થગિત કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ઉપરોકત રેઇડ આર.આર. સેલના હે.કો. વિકાસભાઈ ડોડીયા તથા રેન્જ સા.પો.સ્ટેના હે.કો. જેન્તીભાઈ પી. મેતા તથા હે.કો. રોહિતિસિંહ વાળા પો.કો. મુળુંભાઈ બાવનભાઈ ખટાના તથા જુનાગઢ કેશોદ મામલતદાર  તથા ટીમ વિગેરે નાઓએ કરેલ છે.

માળીયા હાટીના તાલુકાના ગળોદર તથા ઝડકા ગામેથી ગે.કા. બાયોડિઝલ / L.D.O. ઉપર રેઇડ કરી ઉપરાંત જયભાઇ ધીરજલાલ કલોલા પટેલ ઉવ.ર૬ ધંધો.વેપાર રહે.માળીયા હાટીના પટેલ સમાજની બાજુમાંથી જવલનશીલ પ્રવાહી આશરે ૧૫૦૦ લીટર તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ. ૬૯૦૦૦/- નો મુદામાલ પકડી પાડેલ છે.

ચોરવાડ પો.સ્ટે ઝડકા ગામેથી જુસબભાઇ દાઉદભાઇ લાખા સંધી ગામેતી ઉ.વ.૩૦ રહે-ઝડ્કા તા. માળીયા હાટીનાથી જવલનશીલ પ્રવાહી આશરે ૧૭૦૦૦ લીટર તથા એલ.ડી.ઓની સપ્લાય માટે રાખેલ ડીસ્પેન્સીંગ યુનિટ તથા લોખંડના મોટા ટાકા સહિતની કિ.રૂ.૪૫,૦૦૦/- તથા પ્લાસ્ટીકની ટાકી તેમજ બેરલ અનેકેરબા સહિત કુલ કિ.રૂ. ૯,૮૬,૩૦૦/- નો મુદામાલ પકડી પાડેલ છે.

આમ એસ.ઓ.જી. શાખા દ્રારા જવલનશીલ પ્રવાહી આશરે ૧૮,૫૦૦ લીટર તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ કિ.રૂ ૧૦,૫૫,૩૦૦/- નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઈ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા, તથા માળીયા હાટીના પો.સ્ટે.ના પો.સ.ઇ.એચ.વી.રાઠોડ તથા ચોરવાડ પો.સ્ટે.ના પો.સ.ઇ.કે.બી.લાલકા તથા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ પી.એમ.ભારાઇ, તથા પો.હેડકોન્સ સામતભાઇ બારીયા, મજીદખાન હુશેનખાન, બાબુભાઇ નાથાભાઇ તથા પો.કોન્સ અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, જયેશભાઇ બકોત્રા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

જૂનાગઢ, મુધરમ બાયપાસ પાસે આવેલ બાલાજી હાઇટ્સ એપાર્ટમેન્ટના ખુણા પાસે જાહેરમાં એક ઇસમ જીતેષ ભગવાનજીભાઇ લોહાણા વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. અને તેણે મરૂન કલરની ટી-શર્ટ પહેરેલ છે. હકીકત આધારે  રેઇડ કરતા બાલાજી હાઇટ્સ એપર્ટમેન્ટના ખુણા પાસે હકિકતવાળુ ટી-શર્ટ પહેરેલ ઇસમ બોલપેન વડે કાગળમાં કાંઇક લખતો જોવામાં આવતા મજકુર ઇસમને પકડી હાથામાં હેલ બે ચીઠ્ઠી જોતાં અલગ-અલગ આંકડા લખેલ જોવામાં આવેલ. સદરહું આંકડાઓ વરલી મટકાના હોવાનું જણાવેલ. મજકુરની અંગજડતીમાંથી રોકડા રૂ.૧૫,૧ર૦/- તથા મો.ફોન-ર કિ.રૂ.૫,૫૦૦/- મળો કુલ કિ.રૂ.ર૦,૬ર૦/- ના મુદામાલ સાથે મળી આવતાં તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી જુગાર ધારા કલમ-૧ર-એ મુજબનો ગુન્હો સી ડીવજન પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે. ર્ં

ક્રાઇમ બ્રાન્ચના ઇચા,પો.ઇન્સ.શ્રી એચ.આઇ.,ભાટી તથા પો.સ.ઇ શ્રી ડી.જી.બડવા તથા પો.હેડ કોન્સ. એસ.એ.બેલીમ, વિ.કે.ચાવડા, જીતેષ એચ.મારૂ, નિકુલ એમ. પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, ભરતભાઇ સોનાસ, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:01 pm IST)
  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST

  • શેરબજારમાં તેજીનું તોફાનઃ સેન્સેકસ સૌ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ શેરબજારમાં તેજીનુ તોફાનઃ રીઝર્વ બેન્કના ફેંસલાઓ બાદ નિફટી રેકોર્ડ સ્તરેઃ સેન્સેકસ પહેલીવાર ૪૫૦૦૦ ઉપરઃ ઈન્ટ્રા ડેમાં પહેલીવાર આ સપાટી દર્શાવીઃ છેલ્લે સેન્સેકસ ૩૦૨ પોઈન્ટ વધીને ૪૪૯૩૫, નિફટી ૧૩૨૨૫: તમામ સેકટર ગ્રીન ઝોનમાં: બેન્ક નિફટી ૩૦૦૦૦ નજીક access_time 10:47 am IST