Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

વડીયામાં પત્નિની હત્યા કરનાર પતિ બીજલ વાઘેલાનું પણ સારવારમાં મોત

(ભીખુભાઇ વોરા દ્વારા) વડીયા તા. ૪ : અમરેલી જીલ્લાના વડિયામાં પત્નિની હત્યા કરનાર પતિનું પણ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડિયામાં થોડા દિવસ પહેલા પોતાના પુત્ર સાથે રહેતા પત્નિ સાકરબેન સાથે પતિ બીજલ વાઘેલાને ઘઉં બાબતે બોલાચાલી થઇ હતી અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કયું હતું.

જેમાં પતિ બીજલ બોઘા વાઘેલાએ પત્નિ સાકરબેનની હત્યા કરીને મૃતદેહ સળગાવી નાખ્યો હતો.

જેમાં તેના પતિ બીજલ વાઘેલા પણ દાઝી જતા રાજકોટ સારવારમાં ખસેડાયો હતો.

જયાં તેનું મોત થતા આ પ્રકરણમાં પતિ-પત્નિ બન્નેના મોત થયા છે.

(1:08 pm IST)