Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

સર્વત્ર મેઘવિરામ એક માત્ર ભાવનગરમાં અડધી કલાકમાં ૧ ઇંચ વરસાદ

તસ્વીરમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ, તા. પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘવિરામ યથાવત છે આવા વાતાવરણમાં આજે બપોરે ભાવનગરમાં એક ઇંચ વરસાદ પડયો હતો.  ગયા સોમવારથી મેઘરાજાએ વિરામ લીધો છે અને વરાપ નીકળતા ખેડૂતો ખેતીકાર્ય કરી રહ્યા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : શહેરના અમુક વિસ્તારોમાં આજે બપોરે ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડયા હતાં.

ભાવનગરના ઘોઘા રોડ-ગાયત્રીનગર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને અડધી કલાકમાં એકાદ ઇંચ વરસાદ પડયો હતો.  જો કે આ વરસાદ ભાવનગર શહેરના અમુક વિસ્તારોમાં જ વરસ્યો હતો.

(3:14 pm IST)