Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ધોરાજીમાં સરકાર વિરૂધ્ધ ખેડૂતોનો સૂત્રોચ્ચાર

ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશનની કામગીરી મંદગતિએ ચાલતી હોવાનો આક્ષેપ : આધારકાર્ડમાં જન્મ વર્ષ લખેલ હોય અને જન્મ તારીખ ન હોય તો તે માન્ય કરવામાં આવતું નથી અને ધરમના ધક્કા

ધોરાજી તા. ૫ : માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે થઈ રહી છે નોંધણી ત્યારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ધીમી ગતિ એ થઈ રહી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને રજીસ્ટ્રેશન કરાવવા આવેલ ખેડૂતોએ હોબાળો કર્યો હતો.

આ સમયે ખેડૂત વસંત હિરપરા એ વ્યથા ઠાલવતા જણાવેલ કે, યાર્ડ ખાતે મગફળીનો રજીસ્ટ્રેશન ધીમી ગતિએ ચાલે છે અને ખોટીરીતે ખેડૂતોને પરેશાન કરે છે વારંવાર ઓનલાઈન સિસ્ટમ બંધ થઈ જતી હોય ખોટી વાતો કરે છે જેથી  મોટાભાગના ખેડૂતોએ સુત્રોચ્ચાર પોકાર્યા હતા અને આ બાબતે સરકારની વિરુદ્ઘમાં પણ સૂત્રોચ્ચારો કર્યા હતા જે અંગે તાત્કાલિક ધોરાજી તાલુકામાં પણ ગામડે ગામડે ઓનલાઈન મગફળી ની નોંધણી શરૂ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી.

માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે ઓનલાઈન મગફળી નોંધણી બાબતમાં અધિકારીઓ ખેડૂતોને કેટલા પરેશાન કરે છે તેનો દાખલો વ્યકત કર્યો હતો ઓનલાઇન નોંધણીના સમયમાં ખેડૂત નું આધાર કાર્ડ માગે છે અને ખેડૂત આધાર કાર્ડ આપે ત્યારે આધાર કાર્ડમાં જન્મ વર્ષ લખી હોય અને જન્મ તારીખ ન હોય તો તે માન્ય કરવામાં આવતું નથી અને ખેડૂતને મોટો ધક્કો થતો હોય છે. આ ગામડે ગામડેથી આવતા ખેડૂતોને પાછા મોકલે છે.

આ સમયે આધારકાર્ડ બનાવનાર કોણ સરકાર દ્વારા જ આધાર કાર્ડ બને છે અને સરકાર ના માધ્યમથી તમામ ડોકયુમેન્ટ લઈને જ આધાર કાર્ડ બનાવવામાં આવતું હોય છે તો જન્મતારીખ નાખવી કે ન રાખવી તે પણ સરકારનો જ નિયમ અનુસાર એ કાર્ડ બનતું હોય છે. તો ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર ચાલતી ઓનલાઈન મગફળી રજીસ્ટ્રેશનની અંદર અધિકારીઓ શા માટે આધાર કાર્ડ માન્ય રાખતા નથી  જન્મ તારીખ લખેલી હોય તો જ માન્ય રાખે છે અને જન્મનો વર્ષમાં લખેલું હોય તો એ માન્ય નથી રાખતા તો એ બાબતે રાજય સરકારને ફરિયાદ કરવી જોઈએ ખેડૂતોને નહીં કારણકે કે આધાર કાર્ડ સરકારે આપ્યા છે ખેડૂતોએ કાઢયા નથી.

આ પ્રકારે ખેડૂતો ઉપર આ પ્રકારનો ત્રાસ આપી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા.

(11:07 am IST)