Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

જામનગરની ખેતી બેન્કના કર્મચારીઓ દિપક ભટ્ટ અને સહેન્દ્રસિંહ ઝાલાએ ખેડૂતોના ધિરાણની રૂપિયા બે કરોડની ઉચાપત કરી કૌભાંડ આચર્યું : મેનેજરે ફરિયાદ નોંધાવી

જામનગરમાં જૂની RTO કચેરી નજીક આવેલી ખેતી બેંકના બે કર્મચારીઓએ બેંકમાં ખાતા ધરાવતા ખેડૂતોની જાણ બહાર ગેર કાયદેસર વ્યવહાર કરી બે કરોડથી વધુ રકમની ઉચાપત કર્યાનું મોટું આર્થિક કૌભાંડ સામે આવતા સનસનાટી મચી ગઈ છે. 

 બેંકના જ નિવૃત થયેલા બંને કર્મચારીઓએ છેલ્લા 6 વર્ષના ગાળામાં ખેડૂતોના ખાતામાંથી ધિરાણ પેટે રકમ ઉપાડી કૌભાંડ આચર્યું હોવાનું જાણ થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અને આ સમગ્ર મુદ્દે બેંકમાં ફરજ બજાવતા  જામનગરના ધ્રોલમાં PGVCL પાછળ આવેલ રોયલગ્રીન સોસાયટી ગાંધીચોકમાં રહેતા દિપકરામ જુગતરામ ભટ્ટ અને રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા નામના બન્ને કર્મચારીઓએ વર્ષ 2014 થી માંડીને 2020 દરમ્યાન છ વર્ષના સમયગાળામાં એક બીજાથી મેળાપીપણુ કરી, બેંકના રેકર્ડમાં ગફલા કરી ચેકચાક, સુધારા વધારા કરી બેંકના જ સીરીયલ નંબર વાળા અને સીરીયલ નંબર વગરના ધીરાણના તારણ મુક્તીના પ્રમાણપત્રો, ખેડુતોના ધીરાણની રકમો મુદત વીતી બાકી હોવા છતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સહીઓ કરી ખેડુતોના ધીરાણની રકમો બાકી હોવા છતા ગેરકાયદેસર રીતે ધીરાણની રકમો ચુકતે બતાવી દીધા હતા. ત્યારબાદ તે અંગેના ખોટા પ્રમાણપત્રો આપી તેમાં સહી-સીક્કાઓ કરી ખોટા નો-ડ્યુ સર્ટી તથા પહોચો ખોટી બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ખેડુતોને આપી બેંકના રૂપિયા 2,04,21,997ની રકમની ઉચાપત કરી હોવાનું સામે આવતા આ બન્ને કર્મચારીઓ વિરુદ્ધ બે કરોડથી વધુ રકમની આર્થિક ઉચાપત કરી, વિશ્વાઘાત, છેતરપીંડી આચરવા અંગે બેંક મેનેજર વીરજી પ્રતાપજી ઠાકોરે સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને કર્મચારીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી  વધુ તપાસ સિટી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.જે.જલુએ વધુતપાસ હાથ ધરી છે. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(9:31 pm IST)