Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કેશોદ પાલિકાનું ટેન્ડર રદ કરવાની માંગણી કરતા વિપક્ષી નેતા રાધાબેન

પ્રાદેશિક નગરપાલિકા કમિશનરને લખેલ પત્રમાં બહાર પડેલ ટેન્ડરમાં સરકારી ગાઈડ લાઈનનો ભંગ કરી ચોકકસ મંડળીને લાભ અપાવવાનો વિપક્ષી નેતા દ્વારા આક્ષેપ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૭:પાલિકા દ્વારા નખાયેલા ભુગર્ભ ગટર યોજના અંતર્ગતની ગટરના મેઈન્ટેનન્શ,પાણી પુરવઠા અને રોશની શાખા સહિતના વિવિધ વિભાગોમાં કામગીરી માટે માણસો (મેન પાવર)પુરા પાડવા માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.ચોંકાવનારી બાબત એ છે કે આ ટેન્ડરમાં એવી શરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગવર્નમેન્ટ માન્ય કોન્ટ્રાકટરને બદલે માત્ર કેશોદ તાલુકાની ક વર્ગમાં નોંધાયેલી મંડળીઓ જ ટેન્ડર ભરી શકશે,ઉપરાંત ચોક્કસ રકમનું ટર્ન ઓવર ધરાવતી મંડળી જ ટેન્ડર ભરી શકશે તેમ વિપક્ષી નેતા રાધાબેન સોંદરવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ હતુ.

આવી શરતો સાથે બહાર પડાયેલ ટેન્ડર અંગે પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નરને લખેલ પત્રમાં ભારે રોષસાથે જણાવેલછે કે સત્ત્।ાધીશો ધ્વારા ટેન્ડરમાં જે શરતો રાખવામાં આવી છે તે શરતો સરકારના ધારાધોરણ સીવીસી ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કરી રહી છે.ચોક્કસ રકમનું ટર્ન ઓવર ધરાવતી મંડળી જ ટેન્ડર ભરી શકશે તેવી શરતોના કારણે કેશોદમાં માત્ર એકજ મંડળી એવી છે કે ટર્ન ઓવર ની શરતના કારણે તે મંડળીને જ ટેન્ડર મળી જશે.ચોક્કસ મંડળીનુંજ ટેન્ડર પાસ કરવાનું કાવતરું રચવામાં આવ્યુ હોવાનો રાધાબેને પત્રમાં આક્ષેપ કરેલછે.

પત્રમાં ગંભીર આક્ષેપ કરતા જણાવેલછે કે સરકારની ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કરીને ચોક્કસ મંડળીને ટેન્ડર આપવા પાછળનો ઈરાદો પણ સંકાસ્પદ છે.જો ચોક્કસ મંડળીનું જ ટેન્ડર પાસ કરવામાં આવશે તો ભવિષ્યમાં ખોટા બીલો રજુ કરી ,તે બીલોને પાસ કરી કરોડો રુપીયાનું કૌભાંડ આચરવાનું કાવતરું રચાયું હોવાની શંકાકુશંકાઓ ઉભી થયેલછે.આ ઉપરાંત સીવીસી ગાઈડ લાઈનનો ભંગ કરવાના કારણે તંદુરસ્ત હરીફાઈ થશે નહીં અને નગર પાલિકાને ગુણવત્ત્।ા ધરાવતા કર્મચારીઓ અને કામ મળી શખશે નહીં.જેના કારણે નગરપાલિકોને પણ કરોડો રૂપીયાનું નુકશાન થવાની સંભવના નકારી શકાય તેમ નથી.

પત્રમાં વિશેષમાં જણાવેલછે કે આ અંગેનુ બહાર પાડેલ ટેન્ડર રદ કરી સરકારશ્રીની ગાઈડ લાઈન મુુજબનું ફરિથી નવું ટેન્ડર બહાર પાડવાનો સ્થાનિક પાલિકાના સતાધિશોને સતાનીરૂએ આદેશ કરવા માંગણી કરી છે.  ટેન્ડર સુધારીને ફરિથી બહાર પાડવામાં નહીં આવે તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેવી પત્રના અંતમાં ચીમકી ઉચચારેલછે.

રાધાબેન સોંદરવાએ બહાર પડેલ ટેન્ડર રદ કરવાની માંગણીથી સ્થાનિક પાલિકામાં થઈ રહેલ અવનવી ચર્ચાઓથી પાલિકાના રાજકારણમાં ગરમાવા સાથે વળાંક આવેલ છે.

(11:42 am IST)