Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ગોંડલ કોટડાસાંગાણી રોડ પર બાવળો અકસ્માત નોતરશે

ગોંડલ : ગોંડલ થી કોટડા સાંગાણી જોતો રોડ વધુ પડતા બાવળોના કારણે રસ્તો સાંકડો થઇ જવા પામ્યો હોય આ રોડ પર છેલ્લા દ્યણા વર્ષોથી વાહન વ્યવહાર પણ વધ્યો હોય તાલુકાના પાંચિયાવદર ગામે રહેતા જનકભાઈ નરસિંહભાઈ ધાંધલ સાંજના સમયે પોતાના એકટીવા મોટરસાયકલ પર દ્યરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બાવળા ની ડાળીઓ મોઢા પર આવતા ગંભીર રીતે અકસ્માતના ભોગ બન્યા હતા અને મોઢા પર ૨૨ થી પણ વધુ ટકા આવ્યા હતા રોડની બન્ને સાઈડ બાવળ નો જમાવડો થયો હોય ક્ષત્રિય સમાજના આગેવાન દિગ્વિજયસિંહ જાડેજા એ તાકીદે બાવળા નું કટીંગ થાય તેવી માંગ કરી છે.તસ્વીરમાં રસ્તા પર બાવળોના ઝુંડ નજરે પડે છે.(તસ્વીર : ભાવેશ ભોજાણી,ગોંડલ)

(11:48 am IST)