Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગુજરાતની સૌ પ્રથમ ઘટના

એશીયાનો સૌથી ઝેરી આલ્બીનો કાળોતરો સાપ જુનાગઢમાં રેસ્કયૂ

જામનગરઃ આપણે ત્યાં અનેક પ્રકારના ઝેરી-બિનઝેરી સાપ મળી આવે છે... જેમાં સૌથી ઝેરી ગણાતો સાપ એટલે કાળતરો (કોમન ક્રેટ) સાપ છે.. આ સાપના કરડવાના નજીકના સમયમાંજ જો યોગ્ય સારવાર ન મળે તો માનવીનું કલાકોમાં જ મોત નિપજે છે... મુખ્યત્વે એશીયા ખંડમાં જંગલ, વીડી અને પાણી નજીક મળી આવતો આ સાપ બીજા ઝેરી, બીનઝેરી સાપને પણ આરોગી જાય છે. સામાન્ય રીતે આ સાપ કાળા અથવા કથાઇ રંગના અને શરીર પર સફેદ પટા ધરાવતો હોય છે. જયારે રેસ્કયુ થયેલ સાપ રંગસૂત્રોની ખામીના કારણે ભૂરો અને પટા રહીત છે. જામનગર લાખોટા નેચર કલબની જુનાગઢ ટીમના કિર્તિ રાજગોર દ્વારા જુનાગઢના સંતેશ્વર સોસાયટી શેરી નં.૭ ખાતે રાત્રે ૧૦.૪૫ કલાકે રેસ્કયુ કોલમાં ૨.૫ ફુટના આ અલભ્ય સાપને પકડેલ અને તેનું સફળ રેસ્કયુ કરી તેના નૈસર્ગિક વાતાવરણમાં મુકત કરવામાં આવેલ. એક જાણકારી મુજબ આ પ્રજાતિનો આ આલ્બીનો સાપ ગુજરાતમાં સૌ પ્રથમ વખત જોવા મળેલ છે.(તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર)

(12:46 pm IST)